રણબીર અને આલિયાઃ કરો કંકુના, ડિસેમ્બર 2020માં લગ્ન પાક્કા?
અરમાન જૈનનાં લગ્નમાં નીતૂ કપુર સાથે રણબીર-આલિયા
2020માં બીજું જે થવાનું હોય એ થાય, બ્રહ્માસ્ત્ર જે દિશામાં ચાલવું હોય તે દિશામાં ચાલે પણ આલિયા ભટ્ટ અને રણબીર કપુર હવે પ્રભુતામાં પગલાં પાડશે એ નક્કી હોય એમ લાગે છે. લાંબા સમયથી રણબીર-આલિયાના લગ્નની અફવાઓ ચાલ્યા કરે છે અને હવે લાગે છે કે ડિસેમ્બર 2020માં આ જોડી પ્રભુતામાં પગલા માંડશે.
ઓપન મેગેઝિનમાં આવેલી એક કોલમ અનુસાર આલિયા ભટ્ટ અને રણબીર કપુરનું આ વર્ષ લગ્નથી પુરું થશે. રાજીવ મસંદે લખ્યું છે, "બ્રહ્માસ્ત્રની રિલીઝ 4થી ડિસેમ્બર છે અને એ પછી જલ્દી જ આલિયા રણબીર પરણી જશે. આ લગ્નની તૈયારીઓ પણ થવા માંડી છે; તેમના સગાંઓને પણ 'માર્ક ધી ડેઇટ્સ'ની સુચનાઓ અપાઇ ગઇ છે."
બ્રહ્માસ્ત્ર આલિયા અને રણબીરની પહેલી ફિલ્મ છે જ્યાં તેઓ સ્ક્રિન શેર કરી રહ્યા છે અને તેનું ડિરેક્શન તેમનો ખાસ મિત્ર અયાન મુખર્જી કરી રહ્યો છે. પહેલીવાર ત્રણ ભાગમાં સાય-ફાય ફિલ્મ બની રહી છે. આ ફેન્ટસી ફિલ્મમાં અમિતભા બચ્ચન અને મૌની રોય પણ મહત્વનાં પાત્ર ભજવી રહ્યા છે. કામની દ્રષ્ટિએ આલિયા હવે સંકુલ પાત્રો કરીને થાકી છે અને હવે એને હલ્કા ફુલ્કાં પાત્રો ભજવવા માગે છે, આલિયા ભટ્ટ હવે રોહિત શેટ્ટીની ગોલમાલમાં એક્ટિંગ કરવાની તૈયારી કહી રહી છે.
જો કે આ બધા કરતાં વધુ અગત્યની બાબત એ છે કે ડિસેમ્બર 2020માં આલિયા અને રણબીર લગ્નનાં ફેરા ફરશે, અને તેમનાં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. દીપ-વીર અને વિરુષ્કાની માફક રણબીર-આલિયા પણ ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું નક્કી કરે તો નવાઇ નહીં કે પછી ઘર ભણી કોઇ સરસ સ્થળે તે બંન્ને લગ્ન કરશે?
બ્રહ્માસ્ત્રની વાત કરીએ તો ફિલ્મ તો 4થી ડિસેમ્બરે રિલિઝ થવા માટે તૈયાર છે.આ ટ્રીઓલોજીમાં નાગાર્જુન અને ડિમ્પલ કાપડિયા પણ અભિનય કરશે. આ સાઇ-ફાઇ ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો પણ હશે જે તેની 54મી વર્ષગાંઠે ગયા વર્ષે જાહેર કરાયું હતું.