Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાણા દગુબટ્ટીની હાથી મેરે સાથીની રિલીઝ પણ પાછળ ઠેલવામાં આવી

રાણા દગુબટ્ટીની હાથી મેરે સાથીની રિલીઝ પણ પાછળ ઠેલવામાં આવી

17 March, 2020 12:07 PM IST | Mumbai
Agencies

રાણા દગુબટ્ટીની હાથી મેરે સાથીની રિલીઝ પણ પાછળ ઠેલવામાં આવી

રાણા દગુબટ્ટી

રાણા દગુબટ્ટી


દેશમાં પ્રસરેલા કોરોના વાઇરસને કારણે રાણા દગુબટ્ટીની ‘હાથી મેરે સાથી’ની રિલીઝની તારીખ પાછળ ખસેડવામાં આવી છે. આ ફિલ્મ બીજી એપ્રિલે દેશભરમાં હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની હતી. જોકે મેકર્સ અને પ્રોડ્યુસરોએ લોકોની સલામતી તેમ જ થિયેટર્સ બંધ હોવાથી ફિલ્મની રિલીઝને પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો છે. મેકર્સે કહ્યું હતું કે ‘વર્તમાનમાં કોરોના વાઇરસને કારણે અમે ‘હાથી મેરે સાથી’, ‘અરણ્ય’ (તેલુગુ) અને ‘કદાન’ (તામિલ)ની રિલીઝની તારીખને બદલવાનો નિર્ણય લીધો છે. અમારા પાર્ટનરો, એક્ઝિબિટરો, ડિસ્ટ્રિબ્યુટરો અને દર્શકો પ્રતિ અમારી ફરજ દેખાડતાં અમે તેમનાં સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરીએ છીએ. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે અમે જલદી જ રિલીઝની નવી તારીખ લઈને આવીએ. ફિલ્મની પૂરી કાસ્ટ અને ક્રૂએ જે પ્રકારે આ સ્ટોરી તમારા સુધી પહોંચાડવા માટે મહેનત કરી છે એ માટે તેમનો આભાર માનીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2020 12:07 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK