આ દિવસે GF મિહિકા બજાજ સાથે લગ્ન કરશે 'બાહુબલી' અભિનેતા રાણા દગ્ગુબાતી

Published: 28th July, 2020 17:45 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

સગાઇ પછી રાણા દગ્ગુબાતી અને તેમની મંગેતર મિહિકા બજાજ ક્યારે લગ્ન કરશે તે હાલ તેમના ચાહકો માટે ચર્ચાનો વિષય છે.

રાણા દગ્ગુબાતી મંગેતર મિહિકા બજાજ સાથે
રાણા દગ્ગુબાતી મંગેતર મિહિકા બજાજ સાથે

'બાહુબલી' ફિલ્મમાં ભલ્લાલદેવનું પાત્ર ભજવનાર અભિનેતા રાણા દગ્ગુબાતી હાલ પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છવાયેલા છે. ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથે લૉકડાઉનમાં પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં સગાઇ કરનારા રાણા દગ્ગુબાતી હાલ લગ્નની તૈયારીઓમાં લાગેલા છે. સગાઇ પછી રાણા દગ્ગુબાતી અને તેમની મંગેતર મિહિકા બજાજ ક્યારે લગ્ન કરશે તે હાલ તેમના ચાહકો માટે ચર્ચાનો વિષય છે. આ દરમિયાન જ અભિનેતા રામા દગ્ગુબાતીએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં ખુલાસો કર્યો છે.

લગ્નની તારીખ વિશે જણાવતા રાણા દગ્ગુબાતીએ કહ્યું કે, "સગાઇ પછી હું અને મિહિકા 8 ઑગસ્ટે લગ્ન કરશું. અમે આ સેરેમની ખૂબજ પર્સનલ રાખશું. અને આ મારા જીવનનો ખૂબ જ સારો સમય હશે." તો પોતાની મંગેતરના વખાણ કરતાં રાણા આગળ જણાવે છે કે, "હું તમને જણાવી દઉં કે હું મિહિકાને ખૂબ જ પ્રેમ કરું છું અને અમારા બન્નેની જોડી ખૂબ જ સારી છે. મિહિકા મારા ઘરથી માત્ર 3 કિલોમીટરના અંતરે પોતાના પરિવાર સાથે રહે છે. લૉકડાઉનમાં જ્યારે અમે બન્નેએ સગાઇનો નિર્ણય લીધો તો અમારે બન્નેએ વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડ્યો." આથી હવે નથી ઇચ્છતા કે વધારે રિસ્ક લેવું પડે અને અમે કોઇપણ મુશ્કેલીમાં મૂકાઇએ. મિહિકા ગંભીર છે અને ખૂબ જ પ્રિટી પણ છે. તે મારી ભાવનાઓ સમજે અને તેનાથી વધારે તો શું જોઇએ...

 
 
 
View this post on Instagram

And it’s official!! 💥💥💥💥

A post shared by Rana Daggubati (@ranadaggubati) onMay 20, 2020 at 11:00pm PDT

જાણો કોણ છે રાણાની દુલ્હન
મિહિકા હૈદરાબાદની રહેવાસી છે, જ્યારે રાણાં ચેન્નઇમાં જન્મ્યા છે અને ત્યાં જ તેઓ મોટા થયા છે. મિહિકાએ ઇન્ટિરિયર ડિઝાઇનમાં ડિપ્લોમા કર્યું છે. ઇવેન્ટ પ્લાનર છે, જે મુંબઇમાં ડ્યૂ ડ્રૉપ ડિઝાઇન સ્ટૂડિયો પણ ચલાવે છે. એટલું જ નહીં મિહિકાએ લંડનની ચેલ્સા યુનિવર્સિટીમાંથી આર્ટ અને ડિઝાઇનમાં એમએ કર્યું છે. તો રાણા દગ્ગુબાતી દક્ષિણ ભારતીય સિનેમા સાથે હિન્દી સિનેમામાં પણ સક્રીય છે. રાણા વર્ષ 2011માં 'દમ મારો દમ' ફિલ્મમાં અભિનેત્રી બિપાશા બાસુ સાથે જોવા મળ્યા હચા આ સિવાય તેમણે 'હાઉસફુલ 4', 'ધ ગાજી અટેક', 'બેબી' અને 'યે જવાની હૈ દીવાની' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મ બાહુબલીમાં ભલ્લાલદેવના રોલ દ્વારા તેમને એક આગવી ઓળખ મળી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK