રાણા દગુબટ્ટીએ મિહીકા બજાજ સાથે કરી લીધાં લગ્ન
રાણા દગુબટ્ટી
રાણા દગુબટ્ટીએ ગઈ કાલે તેની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજ સાથે લગ્ન કરી લીધાં હતાં. તેમનાં લગ્નનું સેલિબ્રેશન બે દિવસથી ચાલી રહ્યું હતું જેમાં ફક્ત 30 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમનાં લગ્નના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. તો બીજી તરફ તેમને લગ્નની શુભેચ્છા પણ પાઠવવામાં આવી રહી છે. આ લગ્નમાં તેના ખાસ ફ્રેન્ડ્સ અલુ અર્જુન, રામચરણ અને સમન્થા અકિનેની અને નાગ ચૈતન્યએ પણ હાજરી આપી હતી. આ સિવાય જેટલા ફ્રેન્ડ્સ હાજરી આપી શકે એમ નહોતું તેમના માટે વર્ચ્યુઅલ વેડિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેથી તેઓ ઘરે બેઠાં-બેઠાં લગ્ન જોઈ શકે. તેમને શુભેચ્છા પાઠવતાં અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘હંમેશાં લૉકડાઉન થવા માટેનો આ પર્ફેક્ટ રસ્તો છે. કૉન્ગ્રેચ્યુલેશન રાણા દગુબટ્ટી. તમને બન્નેને દુનિયાભરની ખુશી મળે એવી શુભેચ્છા.’