Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘મિશન ફ્રન્ટલાઇન’ને લઈને રાણા દગુબટ્ટીએ કહ્યું...

‘મિશન ફ્રન્ટલાઇન’ને લઈને રાણા દગુબટ્ટીએ કહ્યું...

20 January, 2021 04:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘મિશન ફ્રન્ટલાઇન’ને લઈને રાણા દગુબટ્ટીએ કહ્યું...

‘મિશન ફ્રન્ટલાઇન’ને લઈને રાણા દગુબટ્ટીએ કહ્યું...


રાણા દગુબટ્ટી બૉર્ડર સિક્યૉરિટી ફોર્સિસના જવાનોની લાઇફને ‘મિશન ફ્રન્ટલાઇન’માં દેખાડવાનો છે. એને લઈને તેણે જણાવ્યું કે તે લાઇફમાં પહેલી વખત રેસમાં હાર્યો હતો. આ ફિલ્મ ડિસ્કવરી પ્લસ ઇન પર 21 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. એના માટે સૈનિકોને આપવામાં આવતી સખત ટ્રેઇનિંગ તેણે લીધી હતી. એ ફિલ્મ વિશે રાણા દગુબટ્ટીએ કહ્યું હતું કે ‘મોટા ભાગની ફિલ્મોમાં અમે જ્યારે કોઈ પાત્ર ભજવીએ છીએ તો અમે તેમની સાથે સમય પસાર કરીએ છીએ. તેઓ ખૂબ ઓછો સમય આપે છે. અમે 4 કલાક તેમની સાથે વિતાવતા હતા, તેઓ જે પણ કહેતા એ દરેક વસ્તુ અમે રેકોર્ડ કરતા હતા. અમે પાછા જતા અને તેમની લાઇફના દરેક ભાગને જાણીએ છીએ એવું માનીને ચાલતા હતા. જોકે આ પૂરી રીતે અલગ છે. તેમના કાર્યસ્થળ પર અમે તેમની સાથે સમય પસાર કરતા હતા. આ મિશન દ્વારા મને તેમના વિશે રજેરજની માહિતી મળી ગઈ હતી. એથી અમને ખૂબ જ નજીકથી તેમને જાણવાની તક મળી હતી અને એ ખૂબ અનોખો અનુભવ રહ્યો હતો. મારી લાઇફમાં પહેલી વખત એવું બન્યું જ્યારે હું રેસમાં લાસ્ટ આવ્યો હતો. મને એવું લાગ્યું કે આ જ ખરી ડીલ છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2021 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK