રામુ બનાવશે બ્લૅક ફ્રાઇડે

Updated: Jan 22, 2020, 13:35 IST | rashmin shah | Mumbai Desk

૧૯૯૩ની ૧૨ માર્ચે સવારે મુંબઈમાં થયેલા બૉમ્બ-બ્લાસ્ટ પર આધારિત આ વેબ-સિરીઝમાં આખા પ્લાનિંગને ઑડિયન્સ સમક્ષ મૂકવામાં આવશે

મુંબઈ સહિત દેશભરને હચમચાવી નાખનારા ૧૯૯૩ની ૧૨ માર્ચના બૉમ્બ-બ્લાસ્ટને કેન્દ્રમાં રાખીને ફિલ્મ-ડિરેક્ટર રામગોપાલ વર્મા હવે વેબ-સિરીઝ બનાવવા જઈ રહ્યા છે. આ વેબ-સિરીઝનું ટેન્ટેટિવ ટાઇટલ ‘બ્લૅક ફ્રાઇડે’ રાખવામાં આવ્યું છે. આ નામની ફિલ્મ ઑલરેડી આ જ વિષય પર આવી ગઈ છે એ પણ મહત્ત્વનું છે.

મુંબઈમાં જ નહીં, દેશભરમાં થયેલા પહેલા સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટમાં ૨પ૭ વ્યક્તિનાં મોત થયાં હતાં, જ્યારે ઑફિશ્યલ ૭૧૩ લોકોને ઈજા થઈ હતી અને એમાં ૨૭ કરોડ રૂપિયાથી વધુની નુકસાની થઈ હતી. આ કેસમાં દાઉદ ઇબ્રાહિમથી માંડીને અનીસ ઇબ્રાહિમ, ઇકબાલ મિર્ચી, ટાઇગર મેમણ, યુસુફ મેમણ અને અબુ સાલેમ જેવા અનેક અન્ડરવર્લ્ડના ડૉનનાં નામો ઑફિશ્યલ જાહેર પણ કરવામાં આવ્યાં છે અને કેસ સૌકોઈની સામે ખુલ્લો પડ્યો છે. જોકે રામુ આ આખી ઘટનાને જુદી રીતે ઑડિયન્સ સમક્ષ લઈ આવવા માગે છે. આ કેસમાં પ્લાનિંગ કેવી રીતે થયું અને કેવી રીતે આ પ્લાનને એક્ઝિક્યુટ કરવામાં આવ્યો એ રામુની સિરીઝનું મુખ્ય હાર્દ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK