Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફેવરિટ ‘ડિપાર્ટમેન્ટ’માં કામ બગડતાં રામુ ગુસ્સે

ફેવરિટ ‘ડિપાર્ટમેન્ટ’માં કામ બગડતાં રામુ ગુસ્સે

21 October, 2011 06:54 PM IST |

ફેવરિટ ‘ડિપાર્ટમેન્ટ’માં કામ બગડતાં રામુ ગુસ્સે

ફેવરિટ ‘ડિપાર્ટમેન્ટ’માં કામ બગડતાં રામુ ગુસ્સે






સંજય દત્તના આ સીન જ્યારે પોસ્ટ-પ્રોડક્શન માટે આવ્યા ત્યારે આખી સ્ક્રીનમાં અંધારું હતું અને માત્ર સંજય દત્તના ડાયલૉગ્સ જ સાંભળવા મળતા હતા. આ કારણે જ ટીમને ખાતરી થઈ હતી કે કૅમેરાના ઍન્ગલ્સ સરખા ન રહેતાં આખો ભાગ અંધારામાં શૂટ થયો છે. આ ભૂલ સપન નરુલા નામના કૅમેરામૅનથી થઈ હતી. સપને રામુ સાથે ‘નૉટ અ લવસ્ટોરી’માં પણ કામ કર્યું હતું અને બન્ને વચ્ચે કામની કેમિસ્ટ્રી પણ સારી હતી. સપને સંજય દત્તના સીન શૂટ કર્યા હતા અને તેણે ટેક પૂરા થતાં સ્ક્રીન પર એ ચેક નહોતું કર્યું કે સીન બરાબર આવ્યો છે કે નહીં.



મુશ્કેલીમાં વધારો


રામગોપાલ વર્માની મુશ્કેલીઓનો અંત અહીં નથી થતો. સંજય દત્ત આ સીનને ફરીથી શૂટ કરવા આવે એ માટે તેની તારીખોનો મેળ નથી પડતો. જોકે માત્ર એક જ દિવસનું શૂટ હોવાને લીધે સંજુએ રામગોપાલ વર્માને કહ્યું છે કે તે પોતાનાથી બનતી કોશિશ કરશે અને શૂટિંગ માટે આવશે. ખબરો અનુસાર આ ભાગનું રી-શૂટ આવતા અઠવાડિયામાં થશે. Whatsapp-channel Whatsapp-channel

21 October, 2011 06:54 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK