Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રૅમ્બોની સ્ટોરી વર્તમાન સમયની છે : સિદ્ધાર્થ આનંદ

રૅમ્બોની સ્ટોરી વર્તમાન સમયની છે : સિદ્ધાર્થ આનંદ

12 September, 2019 01:06 PM IST | મુંબઈ

રૅમ્બોની સ્ટોરી વર્તમાન સમયની છે : સિદ્ધાર્થ આનંદ

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ


સિદ્ધાર્થ આનંદે જણાવ્યું છે કે ‘રેમ્બો’ની સ્ટોરી વર્તમાન સમયની છે. આ ફિલ્મ ૧૯૮૨માં આવેલી હૉલીવુડની આજ નામની ફિલ્મની હિન્દી રીમેક છે. એ ફિલ્મમાં અમેરિકન સૈનિક જૉન રેમ્બોનું પાત્ર સિલ્વેસ્ટર સ્ટેલોને ભજવ્યું હતું. એની હિન્દી રીમેકમાં ટાઇગર શ્રોફ જોવા મળવાનો છે. ફિલ્મ વિશે સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે ‘અમારી ‘રેમ્બો’ અદ્ભુત રહેવાની છે. એટલા માટે નહીં કે એ રીમેક છે. અમારી જે સ્ટોરી છે એ આજનાં જમાનાની છે. જે દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે. એ જ બાબત છે જે અમારા માટે પડકારજનક અને એકસાઇટિંગ છે.’

આ પણ વાંચો : મહારાષ્ટ્ર પોલીસ સાથે સોશ્યલ મીડિયા પર પ્રિયંકા અને ફરહાનની મસ્તી



સિદ્ધાર્થ આનંદની ‘વૉર’ રિલીઝ થયા બાદ આ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવશે. ફિલ્મનાં શૂટિંગ અંગે જણાવતાં સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે ‘સ્ક્રિપ્ટ પર કામ પૂરુ થઈ ગયુ છે. ૨૦૨૦ની માર્ચમાં અમે ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું. ઑક્ટોબરમાં ‘વૉર’ રિલીઝ થાય ત્યાર બાદ હું આ ફિલ્મ પર ઝડપથી કામ કરવાનો છું. ફિલ્મ અમે ચોક્કસ બનાવવાનાં છીએ. હું ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 01:06 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK