દીપિકા ચિખલિયા ઉર્ફ 'સીતા'ના માતાનું નિધન

Updated: Sep 12, 2020, 14:38 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને અભિનેત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

દીપિકા ચિખલિયા માતા સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
દીપિકા ચિખલિયા માતા સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

રામાનંદ સાગરની લોકપ્રિય સિરિયલ 'રામાયણ'માં સીતાનો રોલ ભજવતી અભિનેત્રી દીપિકા ચિખલિયા (Dipika Chikhlia)ની માતાનું નિધન થયું છે. જેને લીધે અભિનેત્રીના માથે દુ:ખનો ડુંગર તૂટી પડયો છે. આ વાતની જાણ દીપિકા ચિખલિયાએ પોતે સોશ્યલ મીડિયા દ્વારા આપી છે. જોકે, અભિનેત્રીના માતાનું મૃત્યુ કઈ રીતે થયું તે વિશે હજી કોઈ શપ્ષ્ટતા થઈ નથી.

દીપિકા ચિખલિયાએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે, 'પેરેન્ટ્સ જતા રહે તેના દુઃખમાંથી માણસ સરળતાથી પસાર થઈ શકતો નથી'. સાથે જ કૅપ્શનમાં લખ્યું હતું, 'મમ, RIP'.

 
 
 
View this post on Instagram

Mum 🙏 RIP

A post shared by Dipika (@dipikachikhliatopiwala) onSep 11, 2020 at 9:14pm PDT

જોકે, 55 વર્ષીય અભિનેત્રી દીપિકા ચિખલિયાના માતાનું નિધન કયા કારણે થયું તે હજુ જાહેર થયું નથી. સોશ્યલ મીડિયા પર તેમની પોસ્ટ નીચે લોકોએ કમેન્ટ કરી તેને હિંમત રાખવાનું કહ્યું અને તેમની માતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

તમને જણાવી દઈએ કે, રામાનંદ સાગરની લોકપ્રિય સિરિયલ 'રામાયણ'માં અભિનેત્રી દીપિકા ચિખલિયાએ સીતાની ભૂમિકા ભજવી હતી. લૉકડાઉન દરમ્યાન 'રામાયણ' સહિત અનેક સિરિયલ્સ રી-ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ સિરિયલે ઘણા રેકોર્ડ બ્રેક કર્યા અને સિરિયલની સ્ટારકાસ્ટ પણ ઘણી ફેમસ થઇ. તેઓ ઘણા રિયાલિટી શોમાં સામેલ થતા હતા અને રામાયણ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા શેર કરતા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK