'રામાયણ'માં આ ચહેરો તમે ઘણી વાર જોયો હશે, પણ કદાચ તમે ઓળખી નહીં શકો

Updated: Jun 30, 2020, 18:36 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનારા અભિનેતા સુનીલ લહરી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ફૅન્સ સાથે હંમેશા વાત કરતા જોવા મળતા સુનીલ લહેરીએ ફૅન્સ દ્વારા બનાવેલી એક તસવીર શૅર કરી છે, જે જોઈને તમે આશ્ચર્યમાં મૂકાય જશો.

સુનીલ લહરી
સુનીલ લહરી

દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણ સીરિયલનું ફરીથી પુન:પ્રસારણ થયું છે, ત્યારથી આ ધાર્મિક શૉ સાથે જોડાયેલા બધા એક્ટર્સ ચર્ચાનો વિષય બની ગયા છે અને એમની ફૅન ફૉલોઈંગ પણ ઝડપથી વધી રહી છે. સાથે શૉથી જોડાયેલી જાણકારી ફૅન્સ વચ્ચે શૅર કરતા રહે છે. આ શૉમાં લક્ષ્મણનું પાત્ર ભજવનારા અભિનેતા સુનીલ લહરી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ફૅન્સ સાથે હંમેશા વાત કરતા જોવા મળતા સુનીલ લહેરીએ ફૅન્સ દ્વારા બનાવેલી એક તસવીર શૅર કરી છે, જે જોઈને તમે આશ્ચર્યમાં મૂકાય જશો.

હકીકતમાં હાલ સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડમાં ફોટો એડિટિંગ એપ્લીકેશન ફેસએપના મદદથી કેટલીક ફીમેલ સેલિબ્રિટીઝના ફોટોને મેલ લૂક આપવામાં આવ્યો છે અને કેટલાક મેલ એક્ટર્સના ફોટોઝને ફીમેલ લૂકમાં એડિટ કરવામાં આવ્યો છે. હવે આ લિસ્ટમાં રામાયણમાં લક્ષ્મણનો રોલ ભજવનારા સુનીલ લહરીનું નામ પણ જોડાઈ ગયું છે.

સુનીલ લહરીના ફૅન્સે એમને ફૅસએપ દ્વારા ફીમેલ લૂક આપ્યો છે, જે સુનીલ લહરીને ઘણો રસપ્રદ લાગ્યો અને એમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ લૂકમાં પોતાનો ફોટો શૅર કર્યો છે.

સુનીલ લહરીનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એમણે બહુ સરસ કેપ્શન આપ્યું છે. સુનીલ લહરીએ આ ફોટોને શૅર કરતા કેપ્શનમાં લખ્યું, ધન્યવાદ લક્ષ્મણજી કી સેના, મુઝે મેરે એક નયે સ્વરૂપ સે મિલાને કે લિયે. આ કેપ્શન સાથે એમણે ઘણી સ્માઈલવાળી ઈમોજી પણ આપ્યા છે.

આ પણ જુઓ : 'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન

જ્યાં સુનીલ લહરીના ફૅન્સને એમનો આવો અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે. આ ફોટો પર એમને તરત જ પ્રતિક્રિયા મળી રહી છે. સુનીલ લહરીની ફૅન ફૉલોઈંગ સતત વધતી જઈ રહી છે, એનું કારણ એ છે કે તેઓ પોતાના ફૅન્સ સાથે સતત જોડાયેલા રહે છે. તેઓ ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફૅસબુક પર પોતાના ફૅન્સ સાથે વાતચીત પણ કરતા જોવા મળ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK