રામાયણના લક્ષ્મણના દીકરાનો મ્યૂઝિક વીડિયો થયો રિલીઝ, કરો એક નજર

Published: Jul 15, 2020, 18:54 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સામાન્ય રીતે રામાયણની શૂટિંગના કિસ્સાઓ સોશિયલ મીડિયા પર શૅર કરનારા સુનીલ લહરીએ ટ્વિટ કરીને પોતાના દીકરાના નવા મ્યૂઝિક આલ્બમ માટે શુભેચ્છા પાઠવી છે. એમણે ટ્વિટમાં ફૅન્સને પણ એમના દીકરા ક્રિશ પાઠકને સપોર્ટ કરવાની અપીલ કરી છે.

ક્રિશ પાઠક
ક્રિશ પાઠક

રામાનંદ સાગરના રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવનારા એક્ટર સુનીલ લહરીના દીકરા ક્રિશ પાઠકનો એક આલ્બમ 'જિયૂં કૈસે' રિલીઝ થઈ ગયું છે. સામાન્ય રીતે રામાયણની શૂટિંગના કિસ્સાઓ સોશિયલ મીડિયા પર શૅર કરનારા સુનીલ લહરીએ ટ્વિટ કરીને પોતાના દીકરાના નવા મ્યૂઝિક આલ્બમ માટે શુભેચ્છા પાઠવી છે. એમણે ટ્વિટમાં ફૅન્સને પણ એમના દીકરા ક્રિશ પાઠકને સપોર્ટ કરવાની અપીલ કરી છે.

સુનીલ લહરીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે, મિત્રો આજે હું રામાયણના પાછળની અજાણી વાતના બદલે ક્રિશના વીડિયોને પ્રમોશન માટે પોસ્ટ કરી રહ્યો છું. મને આશા નહીં પણ પૂર્ણ વિશ્વાસ છે કે તમે બધા લોકો પૂરો સપોર્ટ કરશો અને મેક્સ ટુ મેક્સ હિટ કરશો. જે ગીત રિલીઝ થયું છે, એની લિન્ક બાયોમાં જઈને તમે જોઈ શકો છો.

એ સાથે જ સુનીલ લહરીએ એક વીડિયો શૅર કર્યો છે, જેમાં અરૂણ ગોવિલ નજર આવી રહ્યા છે. અરૂણ ગોવિલ કહીં રહ્યા છે કે હાય ક્રિશ, સમાચાર મળ્યા છે કે તારો આલ્બમ જિયૂં કૈસે 15 તારીખે રિલીઝ થયું છે. હું તને બેસ્ટ ઑફ લક અને ગુડ લક કહેવા માંગુ છું. રામજી કૃપા કરશે.

આ પણ જુઓ : 'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન

આ પછી, વીડિયોમાં સુનીલ લહરી જોવા મળી રહ્યો છે, જે જણાવી રહ્યા છે કે, "હાય ક્રિશ, તમારા આલ્બમ જિયૂં કૈસે માટે ગુડ લક. મેં આલ્બમ જોયું છે તે ખૂબ જ સુંદર આલ્બમ છે. મને તે ખૂબ જ ગમ્યું અને તમે બધાએ ખૂબ સરસ પરફોર્મ કર્યું. હું તમારી અને સમગ્ર ક્રૂની સફળતા માટે પ્રાર્થના કરું છું."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK