રામાયણની સીતાએ શૅર કરી 'સ્વયંવર'ની તસવીર, જુઓ ચારે બહેનનો બ્રાઈડલ લૂક

Updated: Jun 26, 2020, 19:32 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હાલ રામાનંદ સાગરની રામાયણ સીરિયલમાં સીતાનો રોલ ભજવી રહેલી દીપિકા ચિખલિયાએ શૉના શૂટિંગ દરમિયાનની એક થ્રોબેક તસવીર શૅર કરી છે.

રામાયણની સીતાએ શૅર કરી 'સ્વયંવર'ની તસવીર
રામાયણની સીતાએ શૅર કરી 'સ્વયંવર'ની તસવીર

હાલ કોરોના વાઈરસના આતંકના લીધે આખા વિશ્વમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે લોકો પોતાના ઘરમા કેદ છે અને સરકારે પણ આ વાઈરસથી બચવા લૉકડાઉનનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. ત્યાં લોકો ઘરમાં કંટાળી ગયા છે. સાથે ટીવીની શૂટિંગ પણ બંધ, જેથી બધી જૂની સીરિયલનું પુન:પ્રસારણ કરવામાં આવ્યું છે. તેમ જ હાલ રામાનંદ સાગરની ધાર્મિક સીરિયલ રામાયણ સૌથી ચર્ચાનો વિષય બની ગયો છે.

હાલ રામાનંદ સાગરની રામાયણ સીરિયલમાં સીતાનો રોલ ભજવી રહેલી દીપિકા ચિખલિયાએ શૉના શૂટિંગ દરમિયાનની એક થ્રોબેક તસવીર શૅર કરી છે. એ તસવીર સ્વયંવરની છે જેમાં બધી રાજકુમારીઓ વરમાળા પહેરીને ઊભી છે. તસવીર સાથે દીપિકાએ લખ્યું છે કે બહેન લાઈનમાં ઊભી રહીને રાહ જોઈ રહી છે.

દીપિકાએ લખ્યું કે 'તેઓ એકબીજા સાથે નાભિની દોરી દ્વારા જોડાયેલી છે, પરંતુ આ હોવા છતાં, જુઓ કે તેમના જીવનનો પ્રવાસ એકબીજાથી કેટલો અલગ છે. દીપિકા ચિખલિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરને ફૅન્સ ઘણી લાઈક કરી રહ્યા છે અને શૅર પણ કરી રહ્યા છે. એક ફૅન્સે તસવીર પર કમેન્ટમાં લખ્યું છે કે રામાનંદ સાગર જે ઈચ્છતા હતા, તે તેમણે કરીને બતાડ્યું.

રામાનંદ સાગર ઈચ્છતા હતા કે સીતા એવી જ રહે કે જ્યારે સ્ક્રીન પર આવે તો લોકોને બતાવવું નહીં પડે કે આ સીતા છે. લોકો પોતે બોલ્યા કે આ રાજકુમારીઓમાંથી આ જ સીતા છે. ફૅન્સે કમેન્ટમાં લખ્યું, ખરેખર તમે ઘણા સુંદર લાગી રહ્યા છો અને એના વિશે કઈપણ કહેવા માટે મારી પાસે કોઈ શબ્દ જ નથી.

આ પણ જુઓ : રામાયણના 'કુશ'નો અત્યારનો લૂક જોયો? લવમાં પડી જશો આ ફેમસ એક્ટરના

રામાનંદ સાગરની બનાવેલી રામાયણ સીરિયલ અત્યાર સુધી સૌથી સફળ રામાયણ રહી છે. આ શો જ્યારે ટીવી પર પ્રસારિત થયો ત્યારે તેણે ટીઆરપીના રેકોર્ડ્સ તોડી નાખ્યા. લોકડાઉન શરૂ થતાં તે દૂરદર્શનના રાષ્ટ્રીય ટેલિવિઝન પર ફરી પ્રસારિત થયું હતું. સમાચાર અનુસાર, તેની ટીઆરપીએ ગેમ ઑફ થ્રોન્સનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK