'ક્લાઇમૅક્સ' પણ સીધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર
મલ્ટિપ્લેક્સ અને થિયેટર હજી પણ એકથી દોઢ મહિનો ખૂલે એવું ન લાગતાં હવે રામગોપાલ વર્માએ પણ તેની ફિલ્મ ‘ક્લાઇમૅક્સ’નો પ્રીમિયર પોતાની મોબાઇલ-ઍપ આરજીવી વર્લ્ડ પર કરવાનું ફાઇનલ કર્યું છે. ‘ક્લાઇમૅક્સ’ છઠ્ઠી જૂને રાતે ૯ વાગ્યે રિલીઝ થશે. રામુએ એને માટે જે ટિકિટ-સ્ટ્રક્ચર બનાવ્યું છે એ પણ બૉક્સ-ઑફિસ જેવું જ બનાવ્યું છે. રામુના કહેવા મુજબ ‘પર શો ૧૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવશે. થિયેટરની જેમ તમે જેટલી પણ વખત જુઓ એટલી વાર તમારે ટિકિટ લેવાની અને ફિલ્મ જોવાની. બેનિફિટ એ કે તમારે ઘરની બહાર નથી નીકળવાનું કે પછી તમારે શોનાં ટાઇમિંગ નથી સાચવવાનાં.’
રામગોપાલ વર્માની આ ફિલ્મમાં અમેરિકન પૉર્નસ્ટાર મિયા માલકોવા લીડ ઍક્ટ્રેસ છે. મિયા પોતાના બૉયફ્રેન્ડ સાથે ડેટ પર નીકળે છે અને એક રણમાં બન્ને આખી રાત રોકાય છે. સવાર પડતાં બન્ને નજીક આવેલા એક નાના તળાવમાં નાહવા જાય છે અને એ સમયથી ચિત્રવિચિત્ર ઘટનાઓ ઘટવાનું શરૂ થઈ જાય છે. પૉર્નસ્ટાર છે એટલે નૅચરલી બોલ્ડ સીન્સની ભરમાર ફિલ્મમાં હોવાની જ.