રામ ગોપાલ વર્માએ હૈદરાબાદમાં કર્યું કાંઈક આવું, પોલીસે ફટકાર્યો દંડ

હૈદરાબાદ | Jul 22, 2019, 09:10 IST

ram gopal varma violated traffic rules in hydrabad gets fined

રામ ગોપાલ વર્માએ હૈદરાબાદમાં કર્યું કાંઈક આવું, પોલીસે ફટકાર્યો દંડ
રામગોપાલ વર્મા ફરી એકવાર વિવાદોમાં

વિવાદાસ્પદ ફિલ્મકાર રામ ગોપાલ વર્મા હૈદરાબાદમાં વાહન પર ત્રણ સવારી કરી હોવાના કારણે મુસીબતમાં ફસાયા છે. હૈદરાબાદમાં તેમણે શનિવારે વાહનમાં ત્રણ સવારી કરી અને તેનો ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. વર્મા ડિરેક્ટર અજય ભુપતાણી સાથે રોયલ એનફિલ્ડ બાઈકમાં પાછળ બેઠા હતા જ્યારે આ બાઈક ડિરેક્ટર અગસ્ત્ય ચલાવી રહ્યા છે. કોઈએ હેલમેટ નહોતું પહેર્યું. તેઓ 'આઈસ્માર્ટ શંકર' તેલુગુ ફિલ્મ જોવા માટે એક થિએટરમાં જઈ રહ્યા હતા.

રામ ગોપાલ વર્માએ ટ્વીટ કર્યું કે, "પોલીસ ક્યાં છે? લાગે છે તેઓ પણ ફિલ્મ જોવા ગયા છે." જે બાદ સાયબરાબાદ પોલીસે તેનો જવાબ આપ્યો કે, "ટ્રાફિકના નિયમોનો ભંગ થઈ રહ્યો છે તેનો અહેવાલ આપવા બદલ ધન્યવાદ. અમે તમારી પાસેથી એવી આશા રાખીએ છે કે તમે ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરો. બાય ધ વે, થિયેટરમાં જ કેમ? ટ્રાફિક પોલીસ રોજ અનેક નાટકો જુએ છે. નીચે દર્શાવવામાં આવ્યા છે તેવા સર્કસ પણ." સાથે જ પોલીસે રામ ગોપાલ વર્માનો ટ્રિપલ સવારી કરતો ફોટો પણ પોસ્ટ કર્યો છે.


પોલીસે 1, 335 ટ્રાફિક ચલાન પણ પોસ્ટ કર્યું છે. જે બી. દિલીપ કુમારના નામે છે. જેના નામે આ ટુ-વ્હીલર રજિસ્ટર્ડ છે. આ પહેલા પણ રામ ગોપાલ વર્માએ આઈસ્માર્ટ શંકરની સક્સેસ પાર્ટીમાં પોતાના પર શરાબ ઢોળીને વિવાદ ઉભો કર્યો હતો.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK