Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બહારથી આવતા લોકો માટે સારા રોલ્સ મેળવવા અઘરું છે : રકુલ પ્રીત

બહારથી આવતા લોકો માટે સારા રોલ્સ મેળવવા અઘરું છે : રકુલ પ્રીત

16 April, 2019 08:38 AM IST |

બહારથી આવતા લોકો માટે સારા રોલ્સ મેળવવા અઘરું છે : રકુલ પ્રીત

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ


‘દે દે પ્યાર દે’માં કામ કરી રહેલી રકુલ પ્રીત સિંહનું કહેવું છે કે જે કલાકારો બહારથી આવે છે તેમને ઇન્ડસ્ટ્રીમાં સારા રોલ્સ મળવા અઘરા હોય છે. તેણે બૉલીવુડમાં ‘યારિયાં’ અને ‘અય્યારી’માં કામ કર્યું છે. જોકે તેને ખુશી છે કે ‘દે દે પ્યાર દે’માં તેની ઍક્ટિંગને દેખાડવાનો તેને ચાન્સ મળી રહ્યો છે. આ રોમૅન્ટિક-કૉમેડીમાં અજય દેવગન અને તબુ પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. આ વિશે વધુ જણાવતાં રકુલે કહ્યું હતું કે ‘આ ફિલ્મને મેં  મારા પાત્રને કારણે હા પાડી હતી. વાસ્તવિક્તાની વાત કરું તો બહારથી આવતા કલાકારોને આવા પ્રકારની ફિલ્મો મળવી અને એમાં પણ છોકરી માટે ફિલ્મમાં ગ્રેટ રોલ હોય એ ખૂબ અઘરું હોય છે. મેં જ્યારે રોલ સાંભળ્યો હતો ત્યારે હું ખૂબ પ્રભાવિત થઈ હતી. મેં એમ પણ કહ્યું હતું કે આ રોલ મેળવવા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. મારી ફિલ્મનાં ટ્રેલરને લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો છે એ માટે હું ખૂબ આભારી છું. બે દિગ્ગજ ઍક્ટર્સની વચ્ચે મારી હાજરીની પણ નોંધ લેવામાં આવી છે. હું લોકોના રિસ્પોન્સથી ખૂબ ખુશ છું.’

‘કૉકટેલ’ની દીપિકા પાદુકોણ જેવી દેખાવા માટે રકુલે ખૂબ મહેનત કરી હતી.



ટી-સિરીઝ અને લવ રંજને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ૧૭ મેએ રિલીઝ થનારી આ ફિલ્મને અકિવ અલીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રકુલ લંડનથી આવેલી એક છોકરીનું પાત્ર ભજવી રહી છે. પોતાના રોલ વિશે વધુ જણાવતાં રકુલે કહ્યું હતું કે ‘ફિલ્મમાં મારો લૂક ખૂબ અલગ છે. મને જ્યારે આ ફિલ્મ મળી ત્યારે મને લવ સરે વજન ઘટાડવા કહ્યું હતું. મને જણાવવામાં આવ્યું હતું કે મારે ‘કૉકટેલ’ની દીપિકા પાદુકોણ જેવી દેખાવું પડશે. મારી પાસે પોતાનું જિમ હોવાથી હું ના પાડી શકી નહીં. હું ફિલ્મનું શૂટિંગ શરૂ કરું એ પહેલાં મારી પાસે ૨૫ દિવસનો સમય હતો. એ સમય દરમ્યાન મેં લગભગ ૮ થી ૧૦ કિલો વજન ઉતાર્યું હતું. રોલને બંધબેસે એવો લૂક દેખાડવા માટે મારે ખૂબ મહેનત કરવી પડી હતી.


આ પણ વાંચો : Taarak mehta ka ooltah Chashmah:આટલી છે 'જેઠાલાલ'ની ફી

હું દરરોજ ચાર કલાકની સખત ટ્રેઇનિંગ લેતી હતી. ચોક્કસ પ્રકારની રીતભાત પણ અપનાવતી હતી. મારે એક અઠવાડિયા સુધી ક્રેશ ડાએટ કરવાની હતી અને બાદમાં મસલ્સ બનાવવાનાં હતાં. આ પૂરા એક મહિનાની સખત ટ્રેઇનિંગ હતી. ફિટનેસની વાત કરું તો આ કદાચ મારા જીવનનો સૌથી હાર્ડ-વર્કિંગ સમય રહ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2019 08:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK