Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજે રક્ષાબંધનના તહેવાર પર બૉલીવુડના ભાઈઓ તેમની પ્યારી બહેના માટે શું કહે છે?

આજે રક્ષાબંધનના તહેવાર પર બૉલીવુડના ભાઈઓ તેમની પ્યારી બહેના માટે શું કહે છે?

02 August, 2012 06:08 AM IST |

આજે રક્ષાબંધનના તહેવાર પર બૉલીવુડના ભાઈઓ તેમની પ્યારી બહેના માટે શું કહે છે?

આજે રક્ષાબંધનના તહેવાર પર બૉલીવુડના ભાઈઓ તેમની પ્યારી બહેના માટે શું કહે છે?


tushar-sisterતુષાર કપૂર (બહેન એકતા કપૂર વિશે)

એકતા મારા માટે એક મોટી બહેન કરતાં ફ્રેન્ડ જેવી વધુ છે. એક જ પરિવારના હોવાથી અમે એકબીજાને સલાહ પણ આપીએ છીએ. અમે જ્યારે નાનાં હતાં ત્યારથી તે મારા માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છે. લોકો માને છે કે એકતા એકદમ રફ ઍન્ડ ટફ બિઝનેસવુમન છે, પણ જ્યારે પરિવારની વાત આવે ત્યારે તે એકદમ સૉફ્ટ થઈ જાય છે. હું શું કામ કરું છું એ પણ તે ચેક કરતી રહે છે ને મારે ક્યાં સુધારો કરવો જોઈએ એ બાબતે સૂચનો કરે છે. હું પણ તેની ટેલિવિઝનની સિરિયલ્સને ફૉલો કરવાનો પ્રયત્ન કરું છું જેથી હું પણ તેને સારા આઇડિયાઝ આપી શકું. ભાઈ હોવાના નાતે હું ઇચ્છું છું કે તે જે કાંઈ પણ કરે એમાં તેને સફળતા મળે. કદી હાર ન માનવાનો તેનો સ્પિરિટ મને ખૂબ ગમે છે. તે જલદી નાસીપાસ નથી થતી. એક તરફ તે એકદમ સ્ટ્રૉન્ગ વુમન છે ને સાથે પ્રિયજનો સાથે એકદમ લૉયલ પણ. તેના આ ગુણો મને ખૂબ જ ગમે છે.



sharman-sisterશર્મન જોશી (બહેન માનસી જોશી રૉય વિશે)


મારી બહેન માનસી મારા દરેક પફોર્ર્મન્સ પર ઓળઘોળ થઈ જાય છે. એ પફોર્ર્મન્સ સારો, ખરાબ કે એકદમ ઓકે ટાઇપનો ભલેને હોય. તેના માટે તો સ્ક્રીન પર તેનો નાનો ભાઈ જ હોય છે. બાળપણથી જ તે મારા માટે ખૂબ સપોર્ટિવ રહી છે. તે પોતે પણ એક વન્ડરફુલ ઍક્ટ્રેસ છે. મને અને મારી બહેનને વાંચવાનું અને ટ્રાવેલિંગ કરવાનું ખૂબ ગમે છે. જ્યારે પણ તે કોઈ સારી બુક વાંચે છે ત્યારે તરત મને પણ એ વાંચવાનું સૂચન કરે. હવે તો અમે ભાઈ-બહેન કરતાં ફ્રેન્ડ્સ વધુ છીએ, જોકે હજીયે તે મારા પર પ્રેમ વરસાવવાની એક પણ તક જવા દેતી નથી.

vivek-sisterવિવેક ઑબેરૉય (બહેન મેઘના વિશે)


મારી બહેન મેઘના સાથે કદી ભુલાઈ ન શકે એવી બાળપણની ખૂબ જ સુંદર યાદો સંકળાયેલી છે. અનકન્ડિશનલ પ્રેમથી મને બચપણમાં શ્રેષ્ઠ યાદો આપવા બદલ હું તેનો ખૂબ આભારી છું.

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2012 06:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK