સામે આવ્યો રાખી સાવંતનો પતિ, કહ્યું- ભગવાનનો આશીર્વાદ છે રાખી

Published: Oct 08, 2019, 11:33 IST | મુંબઈ

રાખી સાવંતના પતિને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. અને હવે આખરે તે સામે આવ્યો છે. જાણો તે રાખી વિશે શું માને છે.

રાખી સાવંત
રાખી સાવંત


બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત છેલ્લા કેટલાક સમયથી પોતાના લગ્ન અને પતિને લઈને સમાચારોમાં છે. આજકાલ રાખી એક પરિણીતા જેવું જીવન જીવે છે, પરંતુ આ દરમિયાન એ સવાલ હંમેશા બની રહ્યો છે કે આખરે તેનો પતિ કોણ છે અને તેઓ કેવા દેખાઈ રહ્યા છે. પતિનું નામ ભલે સામે આવ્યું હોય, પરંતુ પતિ મીડિયા સામે ક્યારેય નહોતો આવ્યો. પરંતુ હવે એ સવાલોના જવાબ મળી ગયા છે, જે રાખીના પતિને લઈને પુછવામાં આવી રહ્યા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) onAug 13, 2019 at 10:13am PDT


રાખી સાવંતના પતિ હવે મીડિયા સામે આવ્યા છે, પરંતુ અત્યાર સુધી તેની તસવીર સામે નથી આવી. એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ સ્પૉટબૉયએ રાખી સાવંતના પતિ રિતેશનો ઈન્ટરવ્યૂ લીધો છે અને તેમાં રિતેશે ખુદ અનેક સવાલોના જવાબ આપ્યા છે. વેબસાઈટે દાવો કર્યો છે કે તેમણે રાખીના પતિ સાથે વાત કરી છે અને તેઓ લંડનમાં બિઝનેસમેન છે.

રિપોર્ટ અનુસાર, રાખીના પતિએ જણાવ્યું કે તેમની મેરિડ લાઈફ કેવી રીતે ચાલી રહી છે અને તેમનું કહેવું છે કે રાખી કેમેરા સામે એક અલગ માણસ છે, પરંતુ દિલથી તે ખૂબ જ સારી છે. રાખીને લઈને રિતેશે કહ્યું કે તે રાખીમાં કોઈ પરિવર્તન નથી ઈચ્છતા અને રાખી તેમના માટે ઈશ્વરનો આશીર્વાદ છે અને મે ક્યારેય તેમના જેવી મહિલા નથી જોઈ, તે મારા કરતા વધારે મહાન છે.

આ પણ જુઓઃ Dussehra 2019: મળો પડદા પરના એ રાવણને, જેમણે જીત્યા લોકોના દિલ

સાથે જ ઈન્ટર્વ્યૂમાં જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તમે કેમેરા સામે કેમ નથી આવતા ત્યારે તેમણે કહ્યું કે તેમણે કેમેરા સામે ન આવવું જોઈએ. કારણ કે એવું કરશે તો તેમના વિશે વિવાદિત લખવામાં આવશે. રિતેશ રાખી સાથે ખુશ છે અને કેમેરા પર તેમને બોલ્ડ સીન કરવાથી કોઈ વાંધો નથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK