રાખી સાવંત હવે પતિ સાથે યુકેમાં રહેશે ? વીડિયો પોસ્ટ કરી કર્યો ખુલાસો

Published: Sep 10, 2019, 14:29 IST | મુંબઈ

હવે રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહી છે પોતે કાયમ માટે યુકે શિફ્ટ થવાની છે.

બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની હરકતોથી સમાચારમાં ચમકતી રહે છે. કેટલાક દિવસો પહેલા રાખી સાવંતે પોતાના લગ્નના સમાચારથી તમામ લોકોને ચોંકાવી દીધા હતા. હવે રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહી છે પોતે કાયમ માટે યુકે શિફ્ટ થવાની છે.

રાખી સાવંતે તાજેતરમાં જ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે કહી રહી છે,'ફેન્સ કેમ છો. આટલા વર્ષો મેં તમને એન્ટરટેઈન કર્યા છે. હવે જુઓ હું મારા પતિ પાસે યુકે જઈ રહી છું, હંમેશા માટે. જતા જતા પણ ઈન્ડસ્ટ્રી એક હિટ પણ નહીં આપે ?'

આગળ રાખી સાવંત કહે છે કે,'12-15 વર્ષ અમે ઈન્ડસ્ટ્રીમાં કાઢ્યા છે. ભૂખ્યા પેટે સલાડ ખાઈને આટલા સુંદર બનીને તમને સૌને એન્ટરટેઈન કર્યા છે. આટલી કોમોડી કરી છે. હવે અમે જઈ રહ્યા છીએ પોતાના પતિ પાસે. તો શું જતા જતા અમને આશીર્વાદ નહીં આપો ? અમારી પાસે એટલા પૈસા નથી કે અમે તમામ ચેનલો પર પોતાના ગીતો ચલાવીએ. અમે અંબાણી થોડી છીએ. તમે બધા અમારું ગીત શૅર કરો.'

 
 
 
View this post on Instagram

😭😭😭😭😢😢😢😢😢🥺😩😩😩😫😫😖😖😖😢😢😢😥😥😰😰😨😨😓😓😓

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) onSep 9, 2019 at 2:00am PDT

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાખી સાવંતનું ગીત 'છપ્પન છુરી' રિલીઝ થયું છે, જેના પ્રમોશન માટે રાખી સાવંત ફેન્સને રિક્વેસ્ટ કરી રહી છે. કેટલાક દિવસો પહેલા પણ રાખી સાવંતે એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તે ટૂકં સમયમાં જ સલમાન ખાનના શૉ 'બિગ બોસ 13'ની ઓપનિંગ સેરેમનીમાં સલમાન ખાન સાથે છપ્પન છુરી ગીત પર પર્ફોમ કરવાની છે. રાખી સાવંતનું આ ગીત મંદાકિની બોરાએ ગાયું છે.

આ પણ વાંચોઃ આ છે એવા સેલિબ્રિટી કપલ, જેમના લગ્ન રહ્યા છે નિષ્ફળ

રાખી સાવંતે 28 જુલાઈના રોજ એક હોટેલમાં સિક્રેટ મેરેજ કર્યા હતા. છપ્પન છુરી ગીત લોન્ચમાં રાખીએ કહ્યું કે તેમના પતિનું નામ રિતેશ છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પના મેનેજર છે. જો કે રાખીની યુકે જવાની વાત કેટલી સાચી છે, એ તો સમય જ બતાવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK