Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાખી સાવંતે રાનૂ મંડલને આપી આ ઑફર

રાખી સાવંતે રાનૂ મંડલને આપી આ ઑફર

08 September, 2019 07:00 PM IST | મુંબઈ ડેસ્ક

રાખી સાવંતે રાનૂ મંડલને આપી આ ઑફર

રાખી સાવંત, રાનૂ મંડલ

રાખી સાવંત, રાનૂ મંડલ


પશ્ચિમ બંગાળના એક રેલ્વે સ્ટેશન પર ગીત ગાતી મહિલા રાનૂ મંડલ હવે સોશિયલ મીડિયા પર હિટ થઈ ગઈ છે. દરેક વ્યક્તિ તેના નામથી પરિચિત છે અને હવે તો તેને બોલીવુડમાં પણ બ્રેક મળ્યો છે. સાથે જ કેટલીય બોલીવુડ હસ્તીઓ તેની મદદ માટે આગળ આવી છે. અહીં સુધી કે સિંગર હિમેશ રેશમિયાએ પોતાની અપકમિંગ ફિલ્મના બે ગીત રાનૂ મોંડલ પાસેથી રેકૉર્ડ પણ કરાવ્યા છે, જેના પછી તેના ઘણાં વખાણ થઈ રહ્યા છે. ત્યાર બાદ હવે બોલીવુડ ડ્રામા ક્વીન રાખી સાવંત પણ રાનૂ મંડલની મદદ માટે આગળ આવી છે.

રાખી સાવંતે રાનૂ મંડલના અવાજના વખાણ કર્યા છે. એટલું જ નહીં રાખી સાવંતે તેને એક ગીત પણ ઑફર કર્યું છે. રાખી સાવંત ઇચ્છે છે કે તેના એક રિમિક્સ વર્ઝનમાં તે પોતાનો અવાજ આપે, જેનું નામ છે છપ્પન છુરી. આ ઓરિજિનલ ગીત મંદાકિની બોરાએ ગાયું છે. રાખી સાવંતે આ ગીતને લઈને પહેલા પણ ઘણી વાતો કરી છે. તાજેતરમાં જ રાખીએ કહ્યું હતું કે. "તમારા બધાં માટે એક સારા સમાચાર છે, થેન્ક્યુ સલમાન ખાન, હું મારા ગીત છપ્પન છુરીથી બિગ બૉસમાં ઑપનિંગ પરફોર્મન્સ આપવાની છું, આનાથી વધીને કોઇ ન્યૂઝ હોઈ જ ન શકે મારી માટે"



 
 
 
View this post on Instagram

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) onAug 4, 2019 at 11:30am PDT


ત્યારબાદ આ ગીતના લૉન્ચ દરમિયાન પોતાના કપડાને લઈને ચર્ચામાં આવી ગઈ હતી. હકીકતે, મુંબઇમાં રાખી સાવંતના ગીત છપ્પન છુરીની લૉન્ચ ઇવેન્ટ રાખવામાં આવી હતી. આ અવસરે રાખીએ બેઝ કલરનો શિમર ડ્રેસ પહેર્યો હતો જે ખૂબ જ રિવીલિંગ અને ટ્રાન્સપરન્ટ હતો. આ ઇવેન્ટમાં રાખીએ પોતાના ગીત છપ્પન છુરી પર ખૂબ ડાન્સ કર્યો. રાખીના ડ્રેસને કારણે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગયો અને લોકોએ તેને ઘણી ટ્રોલ કરી.


આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો છે આગવો અંદાજ, જુઓ તસવીરો

તો બીજી તરફ રાનૂ મંડલની વાત કરીએ તો તે હાલ સોશિયલ મીડિયા પર હિટ છે અને લતા મંગેશકરના એક ગીતથી તે ચર્ચામાં આવી હતી. તેના પછી લતા મંગેશકરે પોતે પણ રાનૂ મંડલને લઈને કોમેન્ટ કરી હતી અને લતા મંગેશકર સોશિયલ મીડિયા પર યૂઝર્સના નિશાને ચડી હતી. જણાવીએ કે એક ઇન્ટરવ્યૂમાં રાનૂ વિશે જ્યારે લતા મંગેશકરને પૂછવામાં આવ્યું તો તમેણે કહ્યું હતું કે જો કોઇને તેમનું નામ કે કામથી ફાયદો થતો હોય તો તે તેની માટે ખુશીની વાત છે. સાથે જ લતાજીએ નવોદિત ગાયકોને ઓરિજિનલ રહેવાની સલાહ આપી હતી, કારણ કે કોઇકની નકલ કરીને મેળવેલી સફળતા વધારે દિવસ નથી ટકતી.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 07:00 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK