કેટલા બદલાયા રાખી ગુલઝાર, હવે જોશો તો નહીં ઓળખી શકો

Published: Aug 15, 2019, 07:21 IST | મુંબઈ

15 ઓગસ્ટ 1947ના દિવસે જન્મેલા રાખી આજે જેટલા એકલા, બધાથી દૂર, ગુમ છે તેને શબ્દોમાં ન ઢાળી શકાય.

રાખી ગુલઝાર
રાખી ગુલઝાર

15 ઓગસ્ટ, આ દિવસ છે એક જમાનાની ફેમસ અભિનેત્રી રાખીનો જન્મ દિવસ. 'ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના' આ ગીત તેમના માટે ક્યારેક સદીના મહાનાયક અમિતાભ બચ્ચે ગાયું હતું. પરંતુ રિયલ અને રીલ લાઈફ વચ્ચે આ જ તો સૌથી મોટો ફરક છે. એટલે કે 15 ઓગસ્ટ 1947ના દિવસે જન્મેલા રાખી આજે જેટલા એકલા, બધાથી દૂર, ગુમ છે તેને શબ્દોમાં ન ઢાળી શકાય.

ક્યારેક તે લાખો, કરોડો દિલોની ધડકન હતા. આજે તે પોતાની કર્મભૂમિ મુંબઈથી 50 કિલોમીટર દૂર પનવેલના ફાર્મહાઉસમાં રહેવા મજબૂર છે. ઓછું દેખાય છે, ઓછું બોલે છે, પોતાની જ દુનિયામાં જીવે છે. પરંતુ આવું પહેલેથી નહોતું. એક સમય એવો પણ હતો જ્યારે તેમના પાછળ ફરીને જોવાથી જ મોસમ બદલાઈ જતી હતી. રાખીના કરિયરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ફિલ્મો કે રોલ પાછળ બીજા અભિનેત્રીઓની જેમ નથી ભાગ્યા. તેમણે હંમેશા એવા રોલ કર્યા જેનાથી તેમની દર્શકોના દિલ દિમાગમાં લાંબા સમય સુધી સંઘરાઈ રહેલી ઈમેજ બની. રાખીના જીવનની યાદગાર ફિલ્મ છે યશ ચોપરાની 'કભી કભી'.

rakhi gulzar

રાખીએ પોતાના સમયના તમામ દિગ્ગજ ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે તેમણે 11 ફિલ્મો કરી છે. બધી જ જબરજસ્ત. ક્યારેક તે બિગબીની પ્રેમિકા બન્યા, ક્યારેક સેક્રેટરી તો ક્યારેક માના રોલમાં દેખાયા. ઉલ્લેખનીય છે કે રાખી હીરોના માતાના રોલમાં અનેક યાદગાર રોલ કરી ચૂક્યા છે, જેમાં કરણ અર્જુન, સોલ્જર, બાજીગર જેવી ફિલ્મોના નામ સામેલ છે.

rakhi gulzar

રાખીની જિંદગીમાં ગુલઝારનું આગમન નવો વળાંક હતો. 1973માં ગુલઝાર સાથે લગ્ન બાદ રાખીએ ગુલઝારના કહેવા પર ફિલ્મમા કામ ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ જ્યારે તેમની પુત્રી મેઘના લગભગ દોઢ વર્ષની હતી ત્યારે આ લગ્ન પણ તૂટી ગયા. જો કે બેંને વચ્ચે ડિવોર્સ ન થયા. અને મેઘનાને હંમેશા બંનેનો પ્રેમ મળ્યો. પરંતુ આ એકલતાના દર્દ વચ્ચે તેમણે ફિલ્મોને ફરી જીવન જીવવાનો આધઘાર બનાવ્યો. તમને યાદ હશે કે ગત વર્ષે હોળી પર રાખી અને ગુલઝારની આ તસવીરો ખૂબ વાઈરલ થઈ હતી.

rakhi gulzar

ગુલઝારથી છૂટા પડ્યા બાદ રાખી માટે બીજી ઈનિંગ ધમાકેદાર રહી, જેમાં તેમણે ઘણી હિટ ફિલ્મ આપી. જેમાં કભી-કભી, કસમે વાદે, ત્રિશૂલ, મુકદ્દર કા સિકંદર, દૂસરા આદમી, જુર્માના, કાલા પત્થર સામેલ છે. 2009 બાદ તે સિલ્વર સ્ક્રીન પર નથી દેખાયા અને નાની સ્ક્રીનમાં તેમણે ક્યારેય રસ નથી દાખવ્યો. એવામાં સૌથી દૂર થતા થતા રાખી બોલીવુડની ગ્લેમરસ લાઈફસ્ટાઈલથી પણ દૂર થઈ ગયા.

જો તમે તેમને આજે જોશો તો પહેલી નજરે ઓળખી પણ નહીં શકો. ફિલ્મ ફેરથી લઈને નેશનલ એવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કાર તેમને મળી ચૂક્યા છે, પરંતુ તેમને કોઈ જીવનસાથી ન મળ્યો જે કહી શકે 'તેરે બિના ભી ક્યા જીના' હાલ રાખી એકલા જ રહે છે. તેમના નજીકના લોકો કહે છે કે તેમને શાંત જીંદગી જીવવી ગમે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK