રાકેશ બેદી, મનોજ જોષી અને વીરેન્દ્ર સક્સેના જોવા મળશે વેબ-સિરીઝમાં

Published: Oct 21, 2019, 15:08 IST | મુંબઈ

લોકોને પણ આ વેબ-સિરીઝ થોડા સમય માટે વાસ્તવિક્તાથી દૂર રાખી શકશે.’

‘ફાધર્સ વૉલ્યુમ 2’ વેબ-સિરીઝમાં રાકેશ બેદી, મનોજ જોશી અને વિરેન્દ્ર સક્સેના જોવા મળશે. આ વેબ-સિરીઝ પચ્ચીસ ઑક્ટોબરે TVFPlay અને MX Player પર રિલીઝ કરવામાં આવશે. ડૅડીની ભૂમિકામાં જોવા મળનારા આ કલાકારો PUBG રમતા, વિડિયો વાઇરલ કરતા અને મોજ મજા કરતા જોવા મળશે. બાળકો અને પિતા વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડતી આ વેબ-સિરીઝ વિશે રાકેશ બેદીએ કહ્યું હતું કે ‘વર્તમાન સમયમાં આંગળીના ટેરવે દરેક કન્ટેન્ટ મળી રહે છે. આપણી આસપાસ થતા પરિવર્તનને સ્વીકારવુ એ પણ અગત્યનું છે. આ સમય જ વેબ-સિરીઝનો છે. લોકોને પણ આ વેબ-સિરીઝ થોડા સમય માટે વાસ્તવિક્તાથી દૂર રાખી શકશે.’
આ વેબ-સિરીઝ સંદર્ભે પોતાનાં વિચાર વ્યક્ત કરતા મનોજ જોશીએ કહ્યું હતું કે ‘હ્યુમર, ઇમોશન્સ અને કંઇક અલગ લોકો વેબ-સિરીઝમાં જોવા માગતા હોય છે. મારા મત મુજબ ‘ફાધર્સ વૉલ્યુમ 2’માં આ બધુ જ જોવા મળશે.’
આ વેબ-સિરીઝ એવુ જણાવતાં વિરેન્દ્ર સક્સેનાએ કહ્યું હતું કે ‘દરેકની લાઇફમાં પિતા ખૂબ અગત્યનાં હોય છે. બાળકો પોતાનાં પિતાને પ્રેરણાં તરીકે જુએ છે. જોકે એક વાસ્તવિક્તા એ પણ છે કે પિતાને પણ પોતાના બાળકોમાં પ્રેરણાં અને સાંત્વના મળી રહે છે. ‘ફાધર્સ વૉલ્યુમ 2’માં પણ પિતા અને તેમનાં બાળકોનાં રિલેશનને હ્યુમર દ્વારા રજુ કરવામાં આવશે. મને પૂરો વિશ્વાસ છે કે આ એક એવી વેબ-સિરીઝ છે કે જેને પરિવારનાં લોકો સાથે બેસીને જોઈ શકશે. આશા છે કે તમને એ ગમશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK