મેડ ઈન ચાઈનાનું મોશન પોસ્ટર રિલીઝ, મિખિલ મુસલે કરશે બોલીવુડ ડેબ્યૂ

Updated: Sep 11, 2019, 14:52 IST

ફિલ્મ Made In Chinaનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને ટ્રેલર આવનારા અઠવાડિયે રિલીઝ થશે. ફિલ્મ મેડ ઈન ચાઈના સાથે મિખિલ મુસળે બોલીવુડમાં ડિરેક્શન ડેબ્યૂ કરી રહ્યા છે.

પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર રાજકુમાર રાવ પોતાના ફેન્સ માટે દિવાળી ગિફ્ટ લઈને આવી રહ્યો છે. રાજકુમાર રાવની ફિલ્મ મેડ ઈન ચાઈના દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ મેડ ઈન ચાઈનાનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને ટ્રેલર આવનારા અઠવાડિયે રિલીઝ થશે. ફિલ્મ મેડ ઈન ચાઈના સાથે ડિરેક્ટર મિખિલ મુસેલ બોલીવુડમાં ડિરેક્શન ડેબ્યૂ કરી રહ્યા છે. મિખિલ મુસલે નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુ ડિરેક્ટ કરી ચૂક્યા છે. 

મિખિલ મુસેલ રોંગ સાઈડ રાજુ સિવાય ગુજરાતી ફિલ્મ બે યારમાં એસોસિયેટ ડિરેક્ટર અને  કેવી રીતે જઈશમાં ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટ રહી ચૂક્યા છે. Made In Chinaમાં રાજ કુમાર રાવ સાથે મૌની રોય, બમન ઈરાની, પરેશ રાવલ, ગજરાજ રાવ, સુમિત વ્યાસ અને અમાયરા દસ્તૂર જોવા મળશે. ફિલ્મનું મોશન પોસ્ટર ટ્વીટ કરીને રિલીઝ કર્યું. મોશન પોસ્ટરમાં ઈન્ડિયાના જુગાડ અને મેડ ઈન ચાઈના લખ્યું છે. ફિલ્મમે ડિરેક્ટર મિખિલ મુસલે ડિરેક્ટર કરી છે જ્યારે પ્રોડ્યૂસ દિનેશ વિજન કરી રહ્યાં છે.

આ પણ વાંચો: ઝાયરા વસીમ: દંગલથી લઈ બોલીવુડ છોડવા સુધી આવી રહી છે સફર

મોશન પોસ્ટરમાં ડાંડિયા, દિવા, પતંગ જોવા મળી રહ્યો છે અને રાજકુમાર રાવ ગોળ ગોળ ફરીને બરણીમાં પડે છે. મોશન પોસ્ટર જોઈને લાગી રહ્યું છે કે, રાજકુમાર રાવ એક ભારતીય વેપારીની ભૂમિકામાં જોવા મળી શકે છે.  જે સિઝનલ બિઝનેસના બિઝનેસમાં હોય તેવુ લાગી રહ્યું છે. ચાઈનીઝ વસ્તુઓ અને ભારતીય જુગાડનું કોમ્બિનેશન ફિલ્મમાં જોવા મળે તેવુ લાગી રહ્યું છે. જો કે ફિલ્મની સ્ટોરી તો આગામી સપ્તાહે ટ્રેલર રિલીઝ થયા બાદ જ ખ્યાલ આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK