Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજાણ્યા વ્યક્તિનાં લગ્નમાં ડાન્સ કરવા પહોંચી ગયાં હતાં આ સેલેબ્ઝ

અજાણ્યા વ્યક્તિનાં લગ્નમાં ડાન્સ કરવા પહોંચી ગયાં હતાં આ સેલેબ્ઝ

24 October, 2020 06:01 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

અજાણ્યા વ્યક્તિનાં લગ્નમાં ડાન્સ કરવા પહોંચી ગયાં હતાં આ સેલેબ્ઝ

રાજકુમાર રાવ અને ફાતિમા સના શેખ

રાજકુમાર રાવ અને ફાતિમા સના શેખ


અનુરાગ બાસુની ‘લુડો’ના શૂટિંગ દરમ્યાન રાજકુમાર રાવ અને ફાતિમા સના શેખે એક અજાણ્યા વ્યક્તિનાં લગ્નમાં પહોંચીને તેને સરપ્રાઇઝ આપી હતી. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી આ ફિલ્મમાં તેમની સાથે અભિષેક બચ્ચન, આદિત્ય રૉય કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ, પકંજ ત્રિપાઠી, આશા નેગી, શાલિની વત્સ અને ઇનાયત વર્માએ પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને ફાતિમા અનુક્રમે આલોક અને પિન્કીનું પાત્ર ભજવી રહ્યાં છે. તેમનું શૂટિંગ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે ત્યાંથી એક લગ્નની જાન જઈ રહી હતી. રાજકુમાર અને ફાતિમા બારાતમાં ડાન્સ કરવા માટે પહોંચી ગયાં હતાં અને ત્યાર બાદ ક્રૂ મેમ્બર્સ અને અનુરાગ બાસુ ગયા હતા. આ ઘટનાને યાદ કરતાં અનુરાગ બાસુએ કહ્યું હતું કે ‘કૉસ્ચ્યુમ્સ સાથે કોઈ ઇશ્યુ હતો અને એથી શૂટિંગ થોડા સમય માટે અટકી ગયું હતું. દરેક વ્યક્તિનો ઉત્સાહ મરી રહ્યો હતો અને ત્યારે જ ત્યાંથી બારાત જતી જોઈ. રાજકુમાર અને ફાતિમા સેટ પર ફરી સારો મૂડ બનાવવા માગતાં હતાં એથી તેમણે બારાતમાં ડાન્સ કરવાનું શરૂ કર્યું. એક પછી એક દરેક વ્યક્તિ ડાન્સ માટે પહોંચી ગઈ હતી. બારાતના માણસો આશ્ચર્યમાં પડી ગયા હતા. મને અચાનક આઇડિયા આવ્યો અને બીજા દિવસે અમે બારાતના દૃશ્યને શૂટ કર્યું અને એનો મેં મારી ફિલ્મમાં સમાવેશ કર્યો.’


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2020 06:01 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK