બધાઈ દોનું શૂટિંગ શરૂ કર્યું રાજકુમાર અને ભૂમિએ

Published: 6th January, 2021 19:16 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ફિલ્મનું શૂટિંગ દેહરાદૂનમાં ચાલી રહ્યું છે

રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર
રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર

રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકરે ‘બધાઈ દો’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મ ‘બધાઈ હો’ની સીક્વલ છે. ફિલ્મનું શૂટિંગ દેહરાદૂનમાં ચાલી રહ્યું છે. હર્ષવર્ધન કુલકર્ણી આ ફિલ્મને ડિરેક્ટ કરશે. ફિલ્મના સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાજકુમાર રાવે કૅપ્શન આપી હતી કે ‘શરૂ થઈ ગઈ છે અમારી કહાણી, જેમાં છે રાજા અને રાણી. શાર્દુલ અને સુમી છે એકદમ પ્યારાં, આ બન્ને છે સ્થિતિનાં માર્યાં, તમને જલદી મળીશું અમે, થઈ જશે ત્યારે જ બધું ક્લિયર અને ત્યારે અમે કહીશું કે બધાઈ દો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK