Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એકાદ-બે ફિલ્મો કરવાનો પસ્તાવો છે રાજકુમાર રાવને

એકાદ-બે ફિલ્મો કરવાનો પસ્તાવો છે રાજકુમાર રાવને

28 November, 2019 10:44 AM IST | Mumbai

એકાદ-બે ફિલ્મો કરવાનો પસ્તાવો છે રાજકુમાર રાવને

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ


રાજકુમાર રાવનાં કરીઅરમાં એકાદ- બે એવી ફિલ્મો રહી છે જે કરવાનો તેને પછતાવો થાય છે. રાજકુમારે ‘શાહીદ’, ‘ટ્રેપ્ડ’, ‘ન્યુટન’ અને ‘ઑમેર્ટા’ જેવી ફિલ્મોમાં પોતાનાં અભિનયની ક્ષમતાં લોકોને દેખાડી છે. જોકે કેટલીક એવી ફિલ્મો પણ હતી, જે લોકોને ખાસ્સી પસંદ નહોતી પડી. તેને પૂછવામાં આવ્યુ હતું કે શું કોઈ ફિલ્મોને લઈને કદી પણ પછતાવો થયો છે? આ વિશે રાજકુમારે કહ્યું હતું કે ‘ખરું કહું તો મને એનાથી કોઈ ફરક નથી પડતો. જોકે તમે જ્યારે કામ કરો છો ત્યારે જરૂરી નથી કે તમને હંમેશાં લીડ રોલ જ કરવા મળે. હા હું કામ પ્રતિ લાલચુ ઍક્ટર છું. સાથે જ સ્ટોરીમાં અસરકારક ભાગ ભજવવો મને ગમે છે. જોકે હંમેશાં એવુ શક્ય નથી હોતુ. એથી જો તમને આવા રોલ્સ ના મળે તો તમે કામ કરવાનું બંધ નથી કરતાં. મારુ એવુ માનવું છે કે હું જે પણ કૅરૅક્ટર ભજવુ એ જેમ બને એમ અસરકારક બનાવવાની કોશિશ કરું છું. ભૂતકાળમાં જોઉં તો કદાચ એકાદ-બે ફિલ્મો કરવાનો મને પસ્તાવો છે. એનાં નામ હું નથી લેવા માગતો. લાગણીવશ થઈને મેં એ ફિલ્મો સાઇન કરી હતી. જોકે સારી ફિલ્મો છોડવાનો મને કોઈ પસ્તાવો નથી.’


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2019 10:44 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK