Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > પંડ્યા સ્ટોરની કથા સોમનાથ આધારિત છે

પંડ્યા સ્ટોરની કથા સોમનાથ આધારિત છે

01 January, 2021 03:11 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

પંડ્યા સ્ટોરની કથા સોમનાથ આધારિત છે

પંડ્યા સ્ટોર

પંડ્યા સ્ટોર


સ્ટાર પ્લસ પર શરૂ થનારા નવા શો ‘પંડ્યા સ્ટોર’માં ગુજરાતી ફૅમિલીની વાત છે, જે ગુજરાતી ફૅમિલી સોમનાથમાં રહે છે. આ ફૅમિલીનો મોટો ભાઈ ગૌતમ પંડ્યા સ્ટોર ચલાવે છે જેનું નામ છે ‘પંડ્યા સ્ટોર’. ગૌતમનાં મૅરેજ થઈ ગયાં છે અને તે નાનાં ભાઈ-બહેન અને પેરન્ટ્સ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. ગૌતમ પર વાઇફ ધરાની જવાબદારી છે તો સાથોસાથ આખા ફૅમિલીની જવાબદારી પણ છે. આવી અવસ્થામાં નાની દુકાન કેટલો ભાર ઉપાડી શકે અને ભાર નહીં ઉપાડી શકતી આર્થિક પરિસ્થિતિ વચ્ચે મોટો ભાઈ પોતાનાં કેવાં-કેવાં સપનાંઓનો ભોગ આપે છે એની વાત આ શોમાં કરવામાં આવી છે. ગૌતમ પંડ્યાનું કૅરૅક્ટર કિંશુક મહાજન કરે છે.

કિંશુકે કહ્યું કે ‘ફૅમિલી માટે બલિદાનની ભાવના ધરાવનારાઓ હોય છે, પણ તેઓ ક્યારેય સામે નથી આવતા. આ શોમાં એ બલિદાન કરનારાઓને સામે લાવવાના છે જે દરેક ઘરમાં છે. શોનું નામ ‘પંડ્યા સ્ટોર’ છે, પણ એક સિમ્બૉલિક નામ છે, હકીકતમાં જેમ સ્ટોર પર લોકોની ઇચ્છા પૂરી થતી હોય છે એમ અહીં મોટો ભાઈ એવો છે જ્યાં વાઇફથી માંડીને ફૅમિલીના એકેએકની ઇચ્છા પૂરી કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2021 03:11 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK