Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિ. ડી શો વિથ ધ્વનિ ગૌતમ : ડિજિટલ પર પ્રથમ ચૅટ શો લાવ્યું શેમારુ

મિ. ડી શો વિથ ધ્વનિ ગૌતમ : ડિજિટલ પર પ્રથમ ચૅટ શો લાવ્યું શેમારુ

17 February, 2020 03:33 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

મિ. ડી શો વિથ ધ્વનિ ગૌતમ : ડિજિટલ પર પ્રથમ ચૅટ શો લાવ્યું શેમારુ

ધ્વનિ ગૌતમ

ધ્વનિ ગૌતમ


શેમારુના ડિજિટલ પ્લૅટફૉર્મે દેશના ડિજિટલ પ્લૅટફૉર્મને એક નવી દિશા આપવાનું કામ કર્યું છે. આજ સુધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર માત્ર વેબ-સિરીઝ અને ડૉક્યુમેન્ટરી કે ફિલ્મો જોવા મળતી, પણ હવે શેમારુએ નવો દોર શરૂ કરીને પ્લૅટફૉર્મ પર ‘મિ. ડી શો વિથ ધ્વનિ ગૌતમ’ નામનો ચૅટ શો શરૂ કર્યો છે. ગુજરાતી ડિપાર્ટમેન્ટને વધુ સ્ટ્રૉન્ગ બનાવવા અને નવું કરવાના હેતુથી શરૂ થયેલી આ ચૅટ સિરીઝમાં કુલ ૨૮ એપિસોડ છે, જેમાં ગુજરાતી કમ્યુનિટીની ૨૮ સેલિબ્રિટીઓ પોતાના મનની વાતો કરશે.

આ શો ગુજરાતીના જાણીતા ડિરેક્ટર ધ્વનિ ગૌતમ હોસ્ટ કરશે. ધ્વનિ સાથે ઍક્ટર અને મૉડલ ફ્રેડી દારૂવાલા, સિંગર-કમ્પોઝર પાર્થિવ ગોહિલ, ઍક્ટ્રેસ માનસી પારેખ-ગોહિલ, ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ડિરેક્ટર-ઍક્ટરની વિખ્યાત પિતા-પુત્રીની જોડી આરોહી અને સંદીપ પટેલ, ઍક્ટર મલ્હાર ઠક્કર, કૉમેડિયન ઓજસ રાવલ, મનન દેસાઈ જેવાં અનેક મહાનુભાવો ભાગ લેશે.



શેમારુ એન્ટરટેઇનમેન્ટના સીઈઓ હિરેન ગડાએ કહ્યું હતું કે ‘ગુજરાતીઓ હંમેશાં અમારે માટે વિશાળ દર્શક રહ્યા છે ત્યારે નૅચરલી અમે ગુજરાતી કન્ટેન્ટ પર વધારે કામ કરીએ. નવા બીજા પણ અનેક કન્ટેન્ટ તૈયાર થાય છે, પણ એમાંથી આ શો અમારે માટે ખાસ છે. આ ચૅટ શોથી ગુજરાતી ઑડિયન્સ સેલિબ્રિટીની વધારે નજીક આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2020 03:33 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK