ફ્લિપકાર્ટ માટે રોહિત શેટ્ટી હવે બનાવશે વેબ-સિરીઝ

Updated: Jan 22, 2020, 13:40 IST | Rashmin Shah | Rajkot

ઍમેઝૉનને ફાઇટ આપવાના ઇરાદાથી શરૂ થયેલા આ ડિજિટલ પ્લૅટફૉર્મ પર ડિરેક્ટરનું પ્રોડક્શન-હાઉસ કામ કરશે અને એની ટીમ ડિરેક્ટ કરશે

રોહિત શેટ્ટી
રોહિત શેટ્ટી

ઍમેઝૉન પ્રાઇમ સામે મેદાનમાં આવેલા ફ્લિપકાર્ટ પોતાની વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસને વધારે બહોળા વર્ગ સુધી પહોંચાડવાના હેતુથી રોહિત શેટ્ટી ફિલ્મ્સ સાથે ટાઇઅપ કરવા જઈ રહી છે, જેમાં ડિરેક્ટર રોહિત શેટ્ટી પોતાની એક્સપર્ટ ઍડ્વાઇસ આપશે અને તેની ટીમ આ વેબ-સિરીઝ પર કામ કરશે. ફ્લિપકાર્ટ આ વર્ષે એના ડિજિટલ પ્લૅટફૉર્મને વધારે લોકો સુધી પહોંચાડવા માગે છે, જેને માટે મોટાં નામોને એ પ્લૅટફૉર્મ સાથે જોડવા માગે છે. ઍમેઝૉન શૉપિંગ પૉર્ટલને પ્રાઇમ વિડિયોનો સીધો ફાયદો થતો હોવાનું નોટિસ કર્યા પછી ફ્લિપકાર્ટે ઑગસ્ટમાં એનું ડિજિટલ પ્લૅટફૉર્મ લૉન્ચ કર્યું, જેના પર આ વર્ષે ૨૦થી વધુ વેબ-સિરીઝ, ડૉક્યુમેન્ટરી અને ફિલ્મ્સ રિલીઝ કરવામાં આવશે.

રોહિત શેટ્ટી ફિલ્મ્સ ઉપરાંત ફ્લિપકાર્ટ શિરીષ કુંદર સાથે પણ એક વેબ-સિરીઝ કરી રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK