નીતુ કપૂરે જણાવ્યું છે કે વર્તમાનમાં કોરોનાના કેરને જોતાં રાજીવ કપૂરના ચૌથાની પૂજા નથી રાખવામાં આવી. રાજ કપૂરના સૌથી નાના દીકરા હતા રાજીવ કપૂર. તેમનું હાર્ટ-અટૅકને કારણે મંગળવારે અવસાન થયું હતું. રાજીવ કપૂરના મોટા ભાઈ રિશી કપૂરનું ગયા વર્ષે એપ્રિલમાં નિધન થયું હતું. ચૌથાની વિધિ ન રાખવાની માહિતી રાજીવ કપૂરનો ફોટો શૅર કરીને ઇન્સ્ટાગ્રામ પર આપતાં નીતુ કપૂરે લખ્યું હતું કે ‘હાલમાં ચાલી રહેલી મહામારીને જોતાં લોકોની સલામતીનું ખાસ ધ્યાન રાખતાં સ્વર્ગીય રાજીવ કપૂરના ચૌથાની વિધિ નથી રાખવામાં આવી. તેમના આત્માને શાંતિ મળે. આખો રાજ કપૂર પરિવાર દુ:ખની આ ઘડીમાં સાથે છે.’
ફિલ્મકાર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુના ઘરે ITના દરોડા
3rd March, 2021 13:15 ISTટાઈગર શ્રોફના જન્મદિવસે પરિવારજનો અને બૉલીવુડ સેલેબ્ઝનો શુભેચ્છાઓનો વરસાદ
3rd March, 2021 13:00 ISTબૉલીવુડમાં ફીમેલ સિંગરનો ટૅગ હટાવવા માગે છે શિલ્પા રાવ
3rd March, 2021 12:30 ISTરૂહી બાદ પણ હૉરર-કૉમેડી કરવા માગે છે વરુણ શર્મા
3rd March, 2021 12:28 IST