Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બેહદ 2ના સેટ પર જેનિફર વિંગેટના કારણે આ એક્ટર થર-થર કાંપવા લાગ્યો

બેહદ 2ના સેટ પર જેનિફર વિંગેટના કારણે આ એક્ટર થર-થર કાંપવા લાગ્યો

30 November, 2019 03:22 PM IST | Mumbai

બેહદ 2ના સેટ પર જેનિફર વિંગેટના કારણે આ એક્ટર થર-થર કાંપવા લાગ્યો

જેનિફર વિંગેટ

જેનિફર વિંગેટ


અભિનેતા રજત વર્મા જલ્દી જ બેહદ-2માં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા નજર આવશે અને શોમાં પહેલી વાર કામ કરવાનો અનુભવ શેર કરતા કહ્યું કે તેઓ ખૂબ જ ડરેલા હતા.

આ વિશે જણાવતા રજત શર્માએ કહ્યું કે, મે બેહદની પહેલી સીઝન જોઈ છે અને મને એ ગમ્યો હતો. મે ક્યારેય નહોતું વિચાર્યું કે મને પોતાના કરિયરના એવા પ્રારંભિક સમયમાં જેનિફર વિંગેટની સાથે કામ કરવાનો મોકો મળશે. તે એક ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર છે અને તેમની સાથે કામ કરવા મળવું એક સપનું સાચું થવા જેવું છે. હું ક્યારેય નહીં ભુલુ કે જ્યારે અમે પહેલી વાર એકસાથે શૂટિંગ કરી રહ્યા હતા તો અમે કેટલા ડરેલા હતા.

આ વિશે આગળ જણાવતા રજત વર્માએ કહ્યું કે, પહેલા શૉટના શૂટિંગ દરમિયાન, હું તેમની સામે ઉભો હતો અને તેઓ ખૂબ જ શાંત હતી અને શૉટથી પહેલા મને રિલેક્સ કરી રહી હતી. હું તેની એક્ટિંગનો દિવાનો રહ્યો છું મને તો ખૂબ જ ડર લાગી રહ્યો હતો. તેમની અભિનય ક્ષમતા અદ્ભૂત છે અને તેમની સાથે કામ કરવું મારા માટે એક સીથ સમાન છે.




પહેલા સીઝન બાદ જેનિફરને માયાની ભૂમિકા માટે ખૂબ જ વખાણ થયા હતા. શોના કારણે પહેલી વાર નકારાત્મક ભૂમિકામાં નજર આવી અને તે જલ્દી જ લોકપ્રિય થઈ ગઈ. હવે શોને રિબૂટ મળી રહ્યું છે. બેહદ 2માં જેનિફર માયાની ભૂમિકામાં નજર આવશે. સાથે શિવિન નારંગ અને આશિષ ચૌધરી પણ નજર આવશે.

બેહદ 2 જલ્દી જ સોની ટીવી પર આવશે. બેહદ શો બહુ જ ચાલ્યો હતો અને તેને એવી રીતે ખતમ કરવામાં આવ્યો હતો જેથી તેની આગામી સિઝન બનાવી શકાય. દર્શકોની ભારે માંગણીના કારણે તેની બીજી સિઝન બનાવવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2019 03:22 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK