રજત કપૂરની ટ્વિટર પર લીડ ઍક્ટ્રેસની શોધ

Published: 23rd December, 2011 06:30 IST

‘ભેજા ફ્રાય’ અને ‘ફંસ ગએ રે ઓબામા’ જેવી ફિલ્મોમાં ઍક્ટિંગ કરનારા પ્રોડ્યુસર-ડિરેક્ટર રજત કપૂર (‘દિલ ચાહતા હૈ’માં પ્રીતિ ઝિન્ટાના અંકલનો રોલ કરનારા) તેમની આગામી ફિલ્મની લીડ ઍક્ટ્રેસ શોધવા માટે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટરનો ઉપયોગ કરશે.

 

‘આંખો દેખી’ નામની ફિલ્મની લીડ ઍક્ટ્રેસ માટે તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘મારી નેક્સ્ટ ફિલ્મ ‘આંખો દેખી’ માટે લીડ ઍક્ટ્રેસની શોધમાં છું. ૪૫-૫૫ની વયમર્યાદા ધરાવતી કોઈ અભિનેત્રી તમારા ધ્યાનમાં હોય તો મારો કૉન્ટૅક્ટ કરજો. આ લીડ ઍક્ટ્રેસનું પાત્ર એક મિડલ-ક્લાસ મહિલાનું હશે.’

આ લીડ ઍક્ટ્રેસનો જૂની દિલ્હીમાં રહેતી મહિલાઓ પરથી પ્રેરિત રોલ હોવાની ચોખવટ પણ ટ્વિટર પર કરી હતી અને લખ્યું હતું કે જૂની દિલ્હીમાં બોલાતી હિન્દી ભાષા આ પાત્રનો સૌથી મહત્વનો ભાગ છે. હવે જોઈએ તેમને કેટલા અંશે સફળતા મળે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK