ઍમેઝૉન માટે બનાવશે રાજ કુન્દ્રા વેબ-સિરીઝ, શિલ્પા કી યોગ ક્લાસ

Published: Mar 11, 2020, 13:54 IST | Mumbai

ઍમેઝૉન પ્રાઇમ માટે શિલ્પા શેટ્ટીનો હસબન્ડ રાજ કુન્દ્રા ‘શિલ્પા કી યોગ ક્લાસ’ નામની ટ્યુટોરિયલ વેબ-સિરીઝ પ્લાન કરી રહ્યો છે.

શિલ્પા કી યોગ ક્લાસ
શિલ્પા કી યોગ ક્લાસ

ઍમેઝૉન પ્રાઇમ માટે શિલ્પા શેટ્ટીનો હસબન્ડ રાજ કુન્દ્રા ‘શિલ્પા કી યોગ ક્લાસ’ નામની ટ્યુટોરિયલ વેબ-સિરીઝ પ્લાન કરી રહ્યો છે. એમાં માત્ર યોગ જ નહીં, કઈ એજ પર કેવા પ્રકારનાં આસન કરવાથી શરીરને લાભ રહે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવશે. શિલ્પા શેટ્ટી યોગ-એક્સપર્ટ છે અને ઍમેઝૉન પ્રાઇમ હવે વધારે ફૅમિલિયર બનવા માગે છે. આ જ કારણસર બન્ને વચ્ચે મેળાપ થયો છે. ઍમેઝૉન પ્રાઇમે અગાઉ પણ રાજ કુન્દ્રાને વેબ-સિરીઝ માટે અપ્રોચ કર્યો હતો પણ એ સમયે પ્રોજેક્ટ વર્કઆઉટ થયો નહોતો.

આ પણ વાંચો : મારી મમ્મીએ જ મને ગંદી બાતનું ઑડિશન આપવાનું કહ્યું હતું: પલ્લવી મુખરજી

એ પ્રોજેક્ટમાં રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટીને વેબ-સિરીઝમાં લૉન્ચ કરવાના હતા, પણ બજેટના ઇશ્યુથી એ પ્રોજેક્ટ ક્યારેય આગળ વધ્યો નહીં, હવે ફાઇનલી શિલ્પા શેટ્ટીની યોગકળા સાથે રાજ કુન્દ્રા ઍમેઝૉન સાથે ટાઇઅપ કરવા જઈ રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK