Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તો ડર ફિલ્મમાં શાહરુખ ખાનના બદલે રાહુલ રૉય જોવા મળ્યો હોત!

તો ડર ફિલ્મમાં શાહરુખ ખાનના બદલે રાહુલ રૉય જોવા મળ્યો હોત!

09 April, 2020 04:15 PM IST | Mumbai
Ashu Patel

તો ડર ફિલ્મમાં શાહરુખ ખાનના બદલે રાહુલ રૉય જોવા મળ્યો હોત!

ફિલ્મ- ડર

ફિલ્મ- ડર


યશરાજ ફિલ્મ્સની સુપરહિટ ફિલ્મ ‘ડર’ માટે રાહુલનું પાત્ર શાહરુખ ખાને ભજવ્યું હતું. એ પાત્ર રાહુલ રૉયને ધ્યાનમાં રાખીને લખાયું હતું. રાહુલ રૉય અને અનુ અગ્રવાલની મહેશ ભટ્ટે ડિરેક્ટ કરેલી અને મુકેશ ભટ્ટે પ્રોડ્યુસ કરેલી ‘આશિકી’ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી અને એનાં બધાં ગીતો પણ હિટ સાબિત થયાં હતાં. એ ફિલ્મની અકલ્પ્ય સફળતાને પગલે રાહુલ રૉય અને અનુ અગ્રવાલને અનેક ફિલ્મોની ઑફર્સ મળવા લાગી હતી. એમાંય રાહુલ રૉયની પાછળ તો કેટલાય પ્રોડ્યુસર્સ લાગી ગયા હતા કે અમારી ફિલ્મ સાઇન કર. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હંમેશાં ઊગતા સૂરજને પૂજે છે એ રીતે રાહુલ રૉયને પણ સફળતાની સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો માન-પાન આપવા લાગ્યા હતા.

રાહુલ રૉય ‘આશિકી’ પછી સાતમા આસમાનમાં વિહરી રહ્યો હતો એ સમયમાં યશ ચોપડાએ તેને ‘ડર’ ફિલ્મની ઑફર કરી હતી. રાહુલે કહ્યું હતું કે મારી પાસે અત્યારે બીજી નવી કોઈ ફિલ્મનું શૂટિંગ કરવા માટે સમય જ નથી. તમે બીજા કોઈ હીરોને સાઇન કરી લો.



rahul-roy


આ વાત ખુદ રાહુલ રૉયે થોડા મહિનાઓ અગાઉ એક ટીવી-શોમાં કહી હતી. ‘આશિકી’ ફિલ્મની રિલીઝને ૩૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે તે અને અનુ અગ્રવાલ એક ટીવી-શોમાં ગયાં હતાં જ્યાં તેણે આ વાત કહી હતી અને પછી ઉમેર્યું હતું કે મને અફસોસ છે કે મેં આવી ફિલ્મ જતી કરી.

રાહુલ રૉયે કઈ ફિલ્મ સ્વીકારવી અને કઈ ફિલ્મ નહી સ્વીકારવી એ સમજણના અભાવે ‘ડર’ જેવી ફિલ્મ ઠુકરાવી દીધી હતી. રાહુલ રૉયે એ ફિલ્મ જતી કરી હતી એ પછી એ ફિલ્મ આમિર ખાન અને અજય દેવગન જેવા અભિનેતાઓએ પણ ઠુકરાવી હતી અને પછી શાહરુખ ખાને એ ફિલ્મ સાઇન કરી હતી.


જે રોલ ટોચના હીરો સ્વીકારવા માટે તૈયાર નહોતા એ રોલ શાહરુખે સ્વીકારી લીધો હતો. રાહુલ રૉયે ઠુકરાવેલી એ ફિલ્મ શાહરુખ ખાનને ફળી અને તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયો અને બીજી બાજુ રાહુલ રૉય થોડા સમય બાદ ખોવાઈ ગયો. તેની કેટલીક ફિલ્મ્સ આવી એ પછી કોઈ તેનો ભાવ પૂછવા પણ તૈયાર નહોતું!

Whatsapp-channel Whatsapp-channel

09 April, 2020 04:15 PM IST | Mumbai | Ashu Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK