Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બ્રેઇન સ્ટ્રોક બાદ રાહુલ રૉયની તબિયતમાં આવી રહ્યો છે સુધારો

બ્રેઇન સ્ટ્રોક બાદ રાહુલ રૉયની તબિયતમાં આવી રહ્યો છે સુધારો

03 December, 2020 03:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રેઇન સ્ટ્રોક બાદ રાહુલ રૉયની તબિયતમાં આવી રહ્યો છે સુધારો

રાહુલ રૉય

રાહુલ રૉય


રાહુલ રૉયને હાલમાં જ બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ તેની તબિયતમાં ધીમે-ધીમે સુધારો આવી રહ્યો છે. તેના બનેવી રોમિર સેને જણાવ્યું હતું કે તેમને દુઆની જરૂર છે. રાહુલ રૉય કારગિલમાં માઇનસ 12 ડિગ્રીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એ વખતે બ્રેઇન સ્ટ્રોકનો હુમલો થતાં તેને વહેલાસર મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હેલ્થ વિશે માહિતી આપતાં રોમિર સેને કહ્યું હતું કે ‘રાહુલના ચહેરાના જમણા ભાગ પર અસર પડી છે. સાથે જ જમણો હાથ પણ નબળો પડી ગયો છે. બ્રેઇન સ્ટ્રોકને કારણે તેને અફેઝિયા નામની બીમારી થઈ છે. એને કારણે તેને બોલવામાં તકલીફ પડી રહી છે. તે યોગ્ય રીતે વાક્યો બોલી નથી શકતો. તે ધીમે-ધીમે રિકવર કરી રહ્યો છે. ડૉક્ટર્સ જે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે એની સકારાત્મક અસર દેખાઈ રહી છે. તેઓ જલદી જ આ સંકટની ઘડીમાંથી બહાર આવી જશે. હાલમાં તેમને દુઆની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2020 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK