Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ઑપરેશન પરિન્દેના નવા લુક અને પાત્રને એન્જૉય કરી રહ્યો છે રાહુલ દેવ

ઑપરેશન પરિન્દેના નવા લુક અને પાત્રને એન્જૉય કરી રહ્યો છે રાહુલ દેવ

09 March, 2020 07:27 PM IST | Mumbai Desk

ઑપરેશન પરિન્દેના નવા લુક અને પાત્રને એન્જૉય કરી રહ્યો છે રાહુલ દેવ

ઑપરેશન પરિન્દે

ઑપરેશન પરિન્દે


રાહુલ દેવ વેબ-સિરીઝ ‘ઑપરેશન પરિન્દે’માં એક નવા લુકમાં જોવા મળ્યો છે. આ શો ડિજિટલ પ્લૅટફૉર્મ Zee5 પર ગઈ કાલથી શરૂ થયો છે. ભારતની સૌથી સાહસી એવી જેલ બ્રેકની સ્ટોરી પર આ વેબ-સિરીઝ આધારિત છે. આ વેબ-સિરીઝમાં પોતાના મોન્ટી સિંહના પાત્ર વિશે રાહુલ દેવે કહ્યું હતું કે ‘પંજાબના બૅકડ્રૉપને કારણે મારા લુક અને પંજાબી ભાષામાં મારાં દૃશ્યોને ઇમ્પ્રુવાઇઝ કરવામાં મને ખૂબ મદદ મળી હતી. ડિરેક્ટર સંજય ગઢવીએ જે પ્રકારે સ્ક્રિપ્ટનું નરેશન કર્યું હતું એને મેં ખૂબ એન્જૉય કર્યું હતું. થોડી રિસર્ચ કર્યા બાદ મેં મારો બેસ્ટ રોલ આપવાનો પ્રયાસ કર્યો હતો.’

વર્તમાનમાં પોતાની કરીઅરના તબક્કા વિશે રાહુલ દેવે કહ્યું હતું કે ‘ફિલ્મ અને ડિજિટલ પ્લૅટફૉર્મની મારી જર્નીને હું એન્જૉય કરી રહ્યો છું. હાલમાં વિષયોની પસંદગીને કારણે ઘણું બધું બદલાઈ ગયું છે, એને કારણે વિવિધતાથી ભરેલા અને ક્રીએટિવ કાર્યો કરવામાં આવે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં સિનેમા અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવેલા ક્રીએટિવ ગ્રોથને કારણે સારું કામ જોવા મળી રહ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2020 07:27 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK