રાહુ બન્યો અબ્દુલ

Published: May 19, 2020, 21:04 IST | Mumbai Correspondence | Rajkot

‘હમારી ગુડિયા’ના વિનીત રૈનાએ વનમૅન આર્મી બનીને પોતાના ફૅન્સ માટે શૉર્ટ ફિલ્મ બનાવી, જે લૉકડાઉન વચ્ચે ભાઈચારાની વાતો કહે છે

‘અબ્દુલ’માં વિનીતે ડબલ રોલ કર્યા છે
‘અબ્દુલ’માં વિનીતે ડબલ રોલ કર્યા છે

સ્ટાર ભારતના શો ‘હમારી ગુડિયા’માં રાહુનું કૅરૅક્ટર કરતા વિનીત રૈનાને લૉકડાઉનમાં યુટ્યુબ સાથે જાણે કે ઘરોબો થઈ ગયો છે. હમણાં સુધી યુટ્યુબ પર પોતાના કુકિંગ શો ‘ખુદ કા ઢાબા’ ચલાવતા વિનીતે હવે યુટ્યુબ પર નવો હાથ અજમાવ્યો છે અને એકલા હાથે તેણે શૉર્ટ ફિલ્મ ‘અબ્દુલ’ તૈયાર કરી છે. ‘અબ્દુલ’ લૉકડાઉન વચ્ચે ભાઈચારાની ભાવના સમજાવવાનું કામ કરે છે તો સાથોસાથ એમાં કહેવામાં આવ્યું છે કે માણસ માણસની મદદે નહીં આવે તો નહીં ચાલે. ‘અબ્દુલ’માં વિનીતે ડબલ રોલ કર્યા છે તો વિનીતે જ એ શૂટ કરી છે અને એ જ આ શૉર્ટ ફિલ્મનો ડિરેક્ટર છે અને તેણે જ લાઇટ્સથી માંડીને કૉસ્ચ્યુમ ડિઝાઇનરનો રોલ પણ કર્યો છે. 

વિનીત કહે છે, ‘આ સમયે આપણને ઘણુંબધું શીખવી દીધું છે અને હજી શીખવી રહ્યો છે, પણ જો સૌથી વધારે કોઈ વાત સમજાઈ હોય તો એ કે માણસાઈથી મોટું બીજું કશું નથી. તમારે માટે કોઈ અજાણ્યા ઘરની બહાર બેસીને તમારું ધ્યાન રાખે એ જ દેખાડે છે કે આ માણસાઈ છે. કોરોના વૉરિયર્સ અત્યારે આપણામાં આજ કામ કરી રહ્યા છે. માણસાઈનો મેસેજ મારે બધા સુધી પહોંચાડવો હતો અને એ જ વાત ‘અબ્દુલ’માં દેખાવાની છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK