Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇરફાનને સેટ પર પાપા કહીને બોલાવતી હતી રાધિકા મદન

ઇરફાનને સેટ પર પાપા કહીને બોલાવતી હતી રાધિકા મદન

03 August, 2020 10:20 PM IST | Mumbai Desk
Agencies

ઇરફાનને સેટ પર પાપા કહીને બોલાવતી હતી રાધિકા મદન

રાધિકા મદન

રાધિકા મદન


રાધિકા મદનનું કહેવું છે કે હું ‘અંગ્રેઝી મીડિયમ’ના સેટ પર ઇરફાનને પાપા કહીને બોલાવતી હતી. આ ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ની સીક્વલ હતી. ‘અંગ્રેઝી મીડિયમ’માં ઇરફાન અને રાધિકાએ પિતા-પુત્રીની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે ૨૯ એપ્રિલે ઇરફાનનું નિધન થયું હતું. તેને યાદ કરતાં રાધિકાએ કહ્યું હતું કે ‘મેં કદી પણ તેમને સર કહીને નથી બોલાવ્યા. હું હંમેશાં તેમને પાપા અથવા ડૅડ કહીને બોલાવતી હતી. તેઓ માત્ર સ્માઇલ આપતા હતા. મને આજે પણ યાદ છે કે જ્યારે હું તેમને પહેલી વખત મળી હતી ત્યારે મેં તેમને ડૅડ કહ્યા હતા. તેમણે જરા પણ ખચકાટ વગર મને ગળે વળગાડી હતી. હું તેમને હંમેશાં ડૅડી તરીકે યાદ કરતી રહીશ. હું ખૂબ ખુશ છું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી. એક ઍક્ટર અને એક વ્યક્તિ તરીકે મને ઘણું બધું તેમની પાસેથી શીખવા મળ્યું હતું. તેમની સાથે કામ કરીને મારી સૌથી મોટી ઇચ્છા પૂરી થઈ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2020 10:20 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK