રાધિકા મદન અંગ્રેઝી મીડિયમ માટે શાકાહારી બની ગઈ હતી

Published: 24th February, 2020 12:43 IST | Mumbai

‘અંગ્રેઝી મીડિયમ’માં પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે રાધિકા મદન શાકાહારી બની હતી.

રાધિકા મદન
રાધિકા મદન

‘અંગ્રેઝી મીડિયમ’માં પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે રાધિકા મદન શાકાહારી બની હતી. તેણે ૨૦૧૯માં આવેલી ‘મર્દ કો દર્દ નહીં હોતા’ માટે માર્શલ આર્ટની ટ્રેઇનિંગ લીધી હતી, તો ‘પટાખા’ માટે ૧૨ કિલો વજન વધાર્યું હતું. ‘અંગ્રેઝી મીડિયમ’ માટે રાધિકાને સ્કૂલમાં જતી છોકરીનું પાત્ર ભજવવાનું હતું એથી તેણે પોતાના ડાયટમાં એ પ્રકારના ફેરફાર કરવાની સાથે ભારે વર્કઆઉટ પણ કર્યું હતું. એ વિશે જણાવતાં રાધિકા મદને કહ્યું હતું કે ‘હું ‘પટાખા’ માટે રેડ મીટ ખાતી હતી. હું જ્યારે ‘અંગ્રેઝી મીડિયમ’ના ઑડિશન માટે ગઈ હતી ત્યારે મારા શરીરમાં ભરપૂર માત્રામાં ફૅટ જમા થઈ ગઈ હતી. પ્રોડ્યુસર દિનેશ વિજન અને ડિરેક્ટર હોમી અડાજણિયાને સ્ક્રીન-ટેસ્ટ પસંદ પડ્યું હતું. તેમણે મારામાં જે વિશ્વાસ મૂક્યો એને કારણે હું માનસિક રીતે તૈયાર થઈ હતી અને એ શેપમાં આવવા માટે મેં ચૅલેન્જ સ્વીકારી હતી. મને ૧૭ વર્ષની કૉલેજ સ્ટુડન્ટ જેવુ દેખાવાનું હતું. મારે માત્ર થોડા પ્રમાણમાં બેબી ફૅટ દેખાડવાની હતી. પાતળી દેખાવા માટે મેં માત્ર યોગ અને કાર્ડિયો કર્યા હતા અને સાથે જ મેં શાકાહારી બનવાનું પણ નક્કી કર્યું હતું. શાકાહારી બનવાથી મને મારા કૅરૅક્ટરને ન્યાય આપવામાં ઘણી મદદ મળી હતી. મારે સ્ટ્રિક્ટ ડાયટ અપનાવવાની હતી અને એ માટે હું એક્સ્ટ્રા કંઈ ખાતી નહોતી. આ સિવાય હું દિવસમાં બે વખત વર્કઆઉટ કરતી હતી. મારું માનવું છે કે સખત મહેનત કદી એળે નથી જતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK