Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આગે કી સોચ લઈને આવશે રાધિકા આપ્ટે, વિક્રાંત મૅસી અને અપારશક્તિ ખુરાના

આગે કી સોચ લઈને આવશે રાધિકા આપ્ટે, વિક્રાંત મૅસી અને અપારશક્તિ ખુરાના

15 April, 2020 02:29 PM IST | Mumbai
Agencies

આગે કી સોચ લઈને આવશે રાધિકા આપ્ટે, વિક્રાંત મૅસી અને અપારશક્તિ ખુરાના

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે


લૉકડાઉનમાં લોકો પ્રોડક્ટિવ કામ કરે એ માટે રાધિકા આપ્ટે, વિક્રાંત મૅસી, અપારશક્તિ ખુરાના અને ફાતિમા સના શેખ લોકોને જાગરૂક કરતાં જોવા મળશે. તેઓ ‘આગે કી સોચ’ સૉન્ગમાં જોવા મળશે જેમાં જોનિતા ગાંધી પહેલી વાર રૅપ સૉન્ગ કરતી જોવા મળશે. આ મ્યુઝિક વિડિયોને ઉદ્દેશ યુવાનોને ઘરે બેસીને પ્રોડક્ટિવ કામ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. આ ગીતને રિયલિટી શો ‘દિલ હૈ હિન્દુસ્તાની 2’ના વિનર અક્ષય ધવન અને શાશ્વંત સિંહ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ગીતમાં શાંતનુ મહેશ્વરી, રોહિત રાજ, કરણ ટૅકર, અબિશ મૅથ્યુ, અકાંશા રંજન અને એલનાઝ નોરોઝી જેવી ઘણી સેલિબ્રિટીઝ જોવા મળશે. આ વિશે રાધિકાએ કહ્યું હતું કે ‘આ એક ગ્લોબલ બીમારી હોવાથી આપણા બધા માટે મુશ્કેલીનો સમય છે. ‘આગે કી સોચ’ દ્વારા અમે લોકોનો તેમની સ્કિલ પર કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. હું છેલ્લા ઘણા સમયથી જે શીખવા માગતી હતી એના પર કામ કરવા માટે મને હાલમાં સમય મળ્યો છે. આ એક ખૂબ જ સારો આઇડિયા છે. એક વાર આ બીમારી પર કાબૂ આવી ગયો ત્યાર બાદ આપણે બધા ફરી આ દુનિયામાં આવી જઈશું. મને ખુશી છે કે હું આ મેસેજ લોકો સુધી પહોંચાડી શકી.’


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2020 02:29 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK