Radhe Shyam teaser: વેલેન્ટાઈન ડે પર Prabhas તરફથી ચાહકોને ખાસ ભેટ

Published: 14th February, 2021 11:07 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પ્રભાસની ફિલ્મ 'રાધે શ્યામ'નું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે. વેલેન્ટાઈન ડેના ખાસ પ્રસંગે પ્રભાસ અને ફિલ્મના મેકર્સે દર્શકોને 'રાધે શ્યામ'ના ટીઝરની ખાસ ભેટ આપી છે.

રાધે શ્યામ
રાધે શ્યામ

સાઉથ સિનેમાના દિગ્ગજ અભિનેતા પ્રભાસ (Prabhas) પોતાની ઘણી આગામી ફિલ્મો માટે ચર્ચામાં છે. તેમાંથી એક ફિલ્મ 'રાધે શ્યામ' (Radhe Shyam)પણ છે. તેમની આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. હવે આ ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે. વેલેન્ટાઈન ડેના ખાસ પ્રસંગે પ્રભાસ અને ફિલ્મના મેકર્સે દર્શકોને 'રાધે શ્યામ'ના ટીઝરની ખાસ ભેટ આપી છે.

ફિલ્મના ટીઝરમાં પ્રભાસ એક લવર-બૉયના પાત્રમાં નજર આવી રહ્યા છે. તેમ જ ટીઝરમાં તેમના સિવાય ફિલ્મની મુખ્ય અભિનેત્રી પૂજા હેગડે પણ નજર આવી રહી છે. ટીઝરમાં ફિલ્મ 'રાધે શ્યામ'ના આ બન્ને એક ડૉયલોગ પણ બોલતા નજર આવી રહ્યા છે. ટીઝરમાં પૂજા હેગડે પ્રભાસને કહે છે કે 'શું તમે તમારી જાતને રોમિયો સમજો છો', એના પર પ્રભાસ કહે છે, 'ના, તેણે પ્રેમ માટે પોતાનો જીવ આપ્યો હતો, હું તે પ્રકારનો નથી'. સોશિયલ મીડિયા પર 'રાધે શ્યામ'નું આ ટ્વિટ ઝડપથી વાઈરલ થઈ રહ્યું છે. પ્રભાસ અને પૂજા હેગડેના લાખો ફૅન્સ ફિલ્મના આ ટીઝરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેમ જ ટીઝર સાથે જ 'રાધે શ્યામ' સિનેમાઘરોમાં ક્યારે રિલીઝ થશે એનો પણ ખુલાસો થઈ ગયો છે. પ્રભાસ અને પૂજા હેગડેની આ બહુચર્ચિત ફિલ્મ આ વર્ષે 30 જૂલાઈના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

 
 
 
View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

જણાવી દઈએ કે 'રાધે શ્યામ' એક પીરિયડ રોમાન્ટિક-ડ્રામા ફિલ્મ છે. તે એક બહુભાષીય ફિલ્મ હશે, જેને હિન્દી સિવાય અંગ્રેજી અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમાર કરી રહ્યા છે, જ્યારે તેના નિર્માતાઓમાં વામસી કૃષ્ણા રેડ્ડી, પ્રમોદ ઉપ્પલપતિ અને ભૂષણ કુમાર સામેલ છે. આ પ્રભાસના કરિયરની 20મી ફિલ્મ છે. એટલા માટે એના ભવ્ય સ્તરે બનાવવામાં આવી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

ફિલ્મમાં હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી ભાગ્યશ્રી પણ એક મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. હવે ફિલ્મ 'રાધે શ્યામ'થી જોડાયેલી કેટલાક પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યા છે. આ પોસ્ટર્સમાં પ્રભાસ અને પૂજા હેગડેનો લૂક જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે લગભગ એક દશક બાદ પ્રભાસને રોમાન્ટિક ભૂમિકા ભજવતા જોવાનું રસપ્રદ રહેશે. સ્ટારને છેલ્લી વાર 'ડાર્લિંગ'માં લવર-બૉયના અવતારમાં તમે જોયો હશે.

આ સિવાય પ્રભાસ પોતાની હજી એક આવનારી ફિલ્મ 'આદિપુરૂષ'ને લઈને પણ ચર્ચામાં છે. એમા તેઓ ભગવાન રામની ભૂમિકામાં નજર આવશે. તેમ જ આદિપુરૂષમાં સૈફ અલી ખાન વિલનના રોલમાં જોવા મળશે, તેમના પાત્રનું નામ લંકેશ રહેશે. ચર્ચા છે કે આ ફિલ્મમાં અજય દેવગન, ભગવાન શિવના પાત્રમાં નજર આવી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK