૫૭ ડિગ્રીમાં ચંપલ વિના શૂટિંગ

Published: 31st July, 2020 22:30 IST | Agencies | Ahmedabad

રાજસ્થાનની ગરમીમાં શૂટ કર્યું બંદિશ બેન્ડિટ્સના રાધેએ

રિત્વિક ભૌમિક
રિત્વિક ભૌમિક

ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ચોથી ઑગસ્ટે રિલીઝ થઈ રહેલી સિરીઝ ‘બંદિશ બેન્ડિટ્સ’ રોમૅન્ટિક મ્યુઝિકલ ડ્રામા છે. આ સિરીઝમાં રિત્વિક ભૌમિક, શ્રેયા ચૌધરી, નસીરુદ્દીન શાહ, કુણાલ રૉય કપૂર, અતુલ કુલકર્ણી, રાજેશ તૈલંગ, શિબા ચઢ્ઢા વગેરે કલાકારો છે. સિરીઝનાં પાત્રો રાધે (રિત્વિક ભૌમિક) અને તમન્ના (શ્રેયા ચૌધરી) બન્ને તદ્દન જુદા મ્યુઝિકલ બૅકગ્રાઉન્ડ ધરાવે છે એટલે ક્લાસિકલ અને પોપ મ્યુઝિકનું ફ્યુઝન આ શોમાં જોવા મળશે.
શોના લીડ કલાકાર રિત્વિક ભૌમિકે પોતાના રોલ માટે રાજસ્થાનમાં ૫૭ ડિગ્રી તાપમાનમાં શર્ટલેસ થઈને ચંપલ પહેર્યા વિના શૂટ કર્યું છે. રિત્વિકે જણાવ્યું કે ‘મારા પાત્ર માટે મને શારીરિક અને માનસિક ફેરફાર માટે તૈયાર રહેવાનું હતું. સતત ત્રણ દિવસ સુધી મને શર્ટલેસ અને ચંપલ વિના ૫૭ ડિગ્રીમાં સીન ભજવવાનો હતો અને મેં એ હસતાં-હસતાં ભજવ્યો, કેમ કે હું જાણતો હતો કે કંઈક સારું બનવા જઈ રહ્યું છે. મને અન્ય ઍક્ટરની જેમ જિમ જવાનું કે ડાયેટિંગ કરવું પડ્યું નહોતું, પણ હું દરરોજ રનિંગ કરતો જેથી નૅચરલ લુક આવે. આ કૅરૅક્ટર ભજવ્યા બાદ મારામાં શિસ્તનો ઉમેરો થયો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK