આર. માધવનની સેવન્થ સેન્સ સિરીઝનું શૂટિ‍ંગ યુએઈમાં થશે

Published: Jul 10, 2020, 22:20 IST | Nirali Dave | Ahmedabad

આર. માધવનની સેવન્થ સેન્સ સિરીઝ ઉપરાંત જિમી શેરગિલની સિરીઝ લાઇન ઑફ ફાયરનું પણ યુએઈમાં શૂટિંગ થશે. આ બન્ને સિરીઝ આંખેંના પ્રોડ્યુસર ગૌરાંગ દોશી પ્રોડ્યુસ કરી રહ્યા છે

આર માધવન
આર માધવન

 આર. માધવનની વેબ-સિરીઝ ‘સેવન્થ સેન્સ’ અને જિમી શેરગિલની સિરીઝ ‘લાઇન ઑફ ફાયર’નું શૂટિંગ આ મહિનામાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)માં શરૂ થવાનું છે. આ બન્ને સિરીઝને ગૌરાંગ દોશી પ્રોડ્યુસ કરી રહ્યા છે જેમણે અમિતાભ બચ્ચન-સુસ્મિતા સેન અભિનીત ‘આંખેં’ (૨૦૦૨) અને અમિતાભ બચ્ચન-અક્ષય ખન્ના અભિનીત ‘દીવાર’ (૨૦૦૪) જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. સૌથી પહેલાં ‘સેવન્થ સેન્સ’ ફ્લોર પર જશે અને ત્યાર બાદ ‘લાઇન ઑફ ફાયર’નું શૂટિંગ શરૂ થશે. આર. માધવન અને જિમી શેરગિલ બન્ને ફિલ્મોમાં જુદા-જુદા પ્રકારનાં પાત્રો ભજવવા માટે જાણીતા અભિનેતા છે ત્યારે તેમના વેબ-શોની જાહેરાત થવાથી ચાહકો આતુર બન્યા છે.
‘સેવન્થ સેન્સ’ મર્ડર-મિસ્ટ્રી છે જેમાં માધવન ઉપરાંત રોનિત રૉય, ચંકી પાંડે, અહેસાસ ચન્ના, આશિમ ગુલાટી, દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય સહિતના કલાકારો છે. માધવનની આગામી ફિલ્મ ‘રૉકેટરી : ધ નામ્બી ઇફેક્ટ’નું શૂટિંગ પૂરું થયાને ઘણો સમય થયો છે અને માધવન કોરોના-લૉકડાઉન બાદ ફરી શૂટ કરવા માટે તૈયાર છે.
‘લાઇન ઑફ ફાયર’ થ્રિલર સિરીઝ હશે જેમાં જિમી શેરગિલ ઉપરાંત પ્રકાશ રાજ, મહમ્મદ ઝિશાન ઐયુબ, વિજય રાઝ, તન્વી આઝમીની દમદાર કાસ્ટ છે. પ્રકાશ રાજ આ સિરીઝથી તેમનું ડિજિટલ ડેબ્યુ કરશે તો ‘ઇનસાઇડ એજ’ ફેમ તનુજ વીરવાણી અને સના સઈદ બન્ને શોમાં અભિનય કરતાં જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK