સની લીઓન સાથે સુપરહૉટ સીન ન કરવા મળ્યાં હોવાનો ડિનોને અફસોસ

Published: 28th July, 2012 05:35 IST

હાલમાં ડિરેક્ટર પૂજા ભટ્ટે પોતાની ફિલ્મ ‘જિસ્મ ૨’ના પ્રમોશન માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ફિલ્મના કો-પ્રોડ્યુસર ડિનો મોરિયા સહિત કલાકારો રણદીપ હૂડા અને અરુણોદય સિંહે પણ હાજરી આપી હતી.

જોકે ફિલ્મની હિરોઇન સની લીઓન પોતાની બીજી એક ફિલ્મના શૂટિંગ માટે કૅનેડા ગઈ હોવાને કારણે આ પાર્ટીમાં હાજર નહોતી રહી શકી. આ ફિલ્મમાં સનીના રણદીપ અને અરુણોદય બન્ને સાથે હૉટ સીન છે. આ વિશે કૉમેન્ટ કરતાં ડિનોએ જાહેરમાં કહ્યું હતું કે ‘ફિલ્મમાં સનીના રણદીપ અને અરુણોદય સાથેના હૉટ સીન જોઈને મને તેમની ઈર્ષા થાય છે અને એમ થાય છે કે ફિલ્મમાં તેમના બદલે હું કામ કરતો હોત તો કેવું સારું થાત. મને આ ફિલ્મમાં સની સાથે આ હૉટ દૃશ્યો ન કરવા મળ્યાં એનો અફસોસ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK