ખેડૂત આંદોલનને લઈને પોતાના ટ્વિટ્સ અને કંગના રાનોટ સાથેના વૉરને લઈને ચર્ચામાં રહેલા પંજાબી એક્ટર દિલજીત દોસાંજ હવે બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી શહેનાઝ ગિલ સાથે જોવા મળશે. બન્નેની ફિલ્મ 'હૌસલા રખ' દશેરાના દિવસે રિલીઝ થશે. દિલજીતે ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર કર્યું છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કરવામાં આવેલા પોસ્ટર પર દિલજીતનો કેરિકેચર લૂક દર્શાવવામાં આવ્યો છે અને પીઠ પર તેમણે એક નાના બાળકને લીધો છે. ફિલ્મનું દિગ્દર્શન અમરજીત સિંહે કર્યું છે. પોસ્ટર પર આપવામાં આવેલી કાસ્ટ અનુસાર ફિલ્મમાં દિલજીત અને શહેનાઝ સિવાય સોનમ બાજવા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. સોનમ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. ફિલ્મ દશેરાના પ્રસંગે 15 ઑક્ટોબરના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. પોસ્ટર પર બૉલીવુડ એક્ટ્રસ ઝરીન ખાન સહિત શહેનાઝના તમામ ફૅન્સે કમેન્ટ કરી છે. શહેનાઝ પહેલીવાર દિલજીત સાથે કોઈ ફિલ્મમાં નજર આવશે. બિગ-બૉસ 13ની લોકપ્રિય કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી શહેનાઝના શૉ બાદ આ પહેલી ફિલ્મ છે. આની પહેલા તેઓ સિદ્ધાર્થ શુક્લા સાથે થોડા સિંગલ્સમાં જોવા મળી હતી.
This Dusshera #HonslaRakh, 15th Oct, 2021!! pic.twitter.com/uFU6TtXDBM
— DILJIT DOSANJH (@diljitdosanjh) February 18, 2021
દિલજીતે પોસ્ટર ટ્વિટર પર પણ આ પોસ્ટર શૅર કર્યું છે, ત્યાર બાદ શહેનાઝના ફૅન્સ દીવાના થઈ ગયા છે અને જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.
જો બૉલીવુડ ફિલ્મોની વાત કરીએ તો દિલજીત દોસાંજની છેલ્લી રિલીઝ સૂરજ પે મંગલ ભારી છે, જેમાં તેઓ મનોજ બાજપેયી અને ફાતિમા સના શેખ સાથે નજર આવ્યા હતા. આ ફિલ્મ ગયા વર્ષે 15 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. ત્યાર બાદ ઝી5 પર પણ ફિલ્મ સ્ટ્રીમ કરવામાં આવી હતી. દિલજીત છેલ્લા ઘણા સમયથી ખેડૂત આંદોલનને ટેકો આપવા લાંબા સમયથી ચર્ચામાં છે. એને લઈને કંગના રાનોટ સાથે તેમની ટ્વિટર પર લડાઈ પણ ચર્ચામાં રહી હતી. દિલજીતે ઉડતા પંજાબથી હિન્દી ફિલ્મોમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તેઓ કરીન કપૂરના વિરૂદ્ધ જોવા મળ્યા હતા. દિલજીત પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયક અને કલાકાર છે.
દિલજિત દોસાંજ પર વીફરેલી કંગનાએ કહ્યું...
6th January, 2021 18:25 ISTફૅક્ટરીમાં કામ કરવું મારો બૅકઅપ પ્લાન હતો: દિલજિત દોસાંજ
23rd December, 2020 18:13 ISTકંગનાએ ઝોમેટો પર રેફરી બનવાનો આક્ષેપ મૂક્યો, જાણો કેમ?
18th December, 2020 15:02 ISTકંગનાએ પ્રિયંકા-દિલજીતને ફરી આડેહાથ લીધા
16th December, 2020 20:27 IST