એક વર્ષ બાદ ફરીથી કામ શરૂ કરીને પુલકિત સમ્રાટને લાગે છે કે તે પહેલી વખત કૅમેરા સામે આવ્યો હોય. પુલકિત ‘ફુકરે 3’ અને ‘બુલબુલ મૅરેજ હૉલ’માં પણ જોવા મળવાનો છે. લૉકડાઉનને કારણે સૌનાં કામકાજ બંધ થઈ ગયાં હતાં. હવે સલામતીનાં ચોક્કસ પગલાં સાથે ધીમે-ધીમે કામ શરૂ થઈ રહ્યાં છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પુલકિતે કૅપ્શન આપી હતી કે ‘આજ દિન ચઢયા...મેરે રંગ વરગા. એક વર્ષ બાદ શૂટિંગ શરૂ કરી રહ્યો છું. સુપર એક્સાઇટેડ, સુપર નર્વસ. એવું લાગી રહ્યું છે કે કૅમેરા સામે મારો પહેલો દિવસ છે. કામ જરૂરી પણ હતું.’
સુસ્વાગતમ ખુશામદીદની તૈયારી શરૂ કરી પુલકિતે
25th November, 2020 19:17 ISTલક્ષ્મી બૉમ્બ બમ્પર હિટ નહીં થાય તો બંગડી પહેરશે પુલકિત સમ્રાટ
11th October, 2020 18:26 ISTરિયા ચક્રવર્તીના સપોર્ટમાં ઉતર્યા બૉલીવુડ સેલેબ્ઝ
9th September, 2020 11:46 ISTપુલકિત સમ્રાટ અને ક્રિતી ખરબંદા જોવા મળશે સલમાનની ફિલ્મમાં
5th May, 2020 18:15 IST