Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જેન્ડર સ્ટીરિયોટાઈપ તોડવા માટે અક્ષય કુમારની નવી પહેલ

જેન્ડર સ્ટીરિયોટાઈપ તોડવા માટે અક્ષય કુમારની નવી પહેલ

07 November, 2020 01:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જેન્ડર સ્ટીરિયોટાઈપ તોડવા માટે અક્ષય કુમારની નવી પહેલ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


9 નવેમ્બરે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહેલી આગામી ફિલ્મ 'લક્ષ્મી'ના પ્રમોશનમાં અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) અત્યારે બહુ વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે ખિલાડી કુમારે એક ખાસ પહેલ શરૂ કરી છે. અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડરને તેની ઓળખ અને સમાન હક અપાવવા માટે પહેલ કરી છે. તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેને તેણે 'અબ હમારી બારી હૈ' નામ આપ્યું છે.

અક્ષય કુમારે વીડિયોમાં ટ્રાન્સજેન્ડર સાથે માથા પર લાલ ચાંદલો લગાવીને આ વાત કરી છે. વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે, 'નજરથી બચવા માટે ઘણા ટીકા લગાવ્યા. નજરીયો બદલે તેવું નિશાન કરવાનો હવે આપણો વારો છે. હવે જેન્ડર સ્ટીરિયોટાઈપ તોડવાની વાત છે. એક લાલ ચાંદલા સાથે થર્ડ જેન્ડરને તમારો સપોર્ટ આપો. જે પ્રેમ અને સમાનતાનું પ્રતીક છે’.




તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર ફિલ્મ 'લક્ષ્મી'માં એક ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કરી રહ્યો છે અને ટ્રેલરમાં તેના રોલના ઘણા વખાણ થયા છે. સોન્ગ 'બમ ભોલે'માં અક્ષયે 100 કિન્નરો સાથે ડાન્સ કર્યો છે. આ સોન્ગને ગણેશ આચાર્યે કોરિયોગ્રાફ કર્યું છે. જેના ચારેય તરફ વખાણ થઈ રહ્યાં છે. સાથે ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાઘવ લૉરેન્સે કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2020 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK