પરદેશમાં પણ થઈ રહી છે વિદ્યાની ટૅલન્ટની ચર્ચા

Published: 26th November, 2012 05:49 IST

‘પા’, ‘ધ ડર્ટી પિક્ચર’ અને ‘કહાની’ જેવી ફિલ્મોમાં પોતાની ભરપૂર પ્રતિભા દેખાડનારી વિદ્યા બાલનની ટૅલન્ટની ચર્ચા હવે પરદેશમાં પણ થઈ રહી છે.

આને કારણે તાજેતરમાં કૅલિફૉર્નિયાની એક ફિલ્મ-સ્કૂલે વિદ્યાને પોતાના વિદ્યાર્થીઓને સિનેમા વિશે કેટલાંક લેક્ચર આપવા માટે આમંત્રણ આપ્યું છે. વિદ્યા તેને મળેલી આ તકથી બહુ ખુશ છે અને તેણે આ લેક્ચર આપવા માટે મંજૂરી પણ આપી દીધી છે. હવે તેને જેવો સમય મળશે કે તરત જ તે આ લેક્ચર આપવા માટે અમેરિકા જવા રવાના થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK