બેહદ 2ના પ્રોમો પાછળ જ પ્રોડક્શન હાઉસે આટલો અધધધ ખર્ચ કર્યો છે

Published: Nov 08, 2019, 11:40 IST | Mumbai

‘બેહદ 2’માં જેનિફર ઉપરાંત આશિષ ચૌધરી અને શિવિન નારંગ પણ છે. ‘બેહદ’ની જ આ સીક્વલ છે, જેમાં બદલાની ભાવનામાં ટળવળતી માયા કેવી રીતે નવેસરથી બદલો લે છે એ વાત દર્શાવવામાં આવી છે.

સોની ટીવી પર આવનારી સિરિયલ ‘બેહદ 2’ માટે ચૅનલ ખૂબ ઉત્સાહી છે, જેનો ઉત્સાહ સિરિયલના પ્રમોશનમાં જ દેખાઈ રહ્યો છે. જેનિફર વિન્ગેટના લીડ રોલમાં આવનારી આ સિરિયલ માટે તૈયાર કરવામાં આવેલા પ્રોમો માટે જ પ્રોડક્શન હાઉસે એક કરોડથી વધારેનો ખર્ચ કર્યો છે. રિયલિટી શોમાં આ સ્તરનું બજેટ ફાળવવામાં આવતું હોય છે પણ સિરિયલ માટે આવું તોતિંગ બજેટ અને એ પણ માત્ર પ્રોમો માટે આપવામાં આવે એવું બનતું નથી હોતું. પણ પહેલી સીઝનની સક્સેસને જોઈને આ બજેટ સૅન્ક્શન કરવામાં આવ્યું છે.
‘બેહદ 2’માં જેનિફર ઉપરાંત આશિષ ચૌધરી અને શિવિન નારંગ પણ છે. ‘બેહદ’ની જ આ સીક્વલ છે, જેમાં બદલાની ભાવનામાં ટળવળતી માયા કેવી રીતે નવેસરથી બદલો લે છે એ વાત દર્શાવવામાં આવી છે. ‘બેહદ 2’ માટે જેનિફર વિન્ગેટને કરીઅરની હાઇએસ્ટ ફી ચૂકવવામાં આવી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK