Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રોડયુસર વિકાસ ગુપ્તા: અંકિતા લોખંડેએ સુશાંતનો હંમેશા સાથ આપ્યો હતો

પ્રોડયુસર વિકાસ ગુપ્તા: અંકિતા લોખંડેએ સુશાંતનો હંમેશા સાથ આપ્યો હતો

18 June, 2020 02:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રોડયુસર વિકાસ ગુપ્તા: અંકિતા લોખંડેએ સુશાંતનો હંમેશા સાથ આપ્યો હતો

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાથી હજી પણ સહુ કોઈ શૉકમાં છે. સુશાંતના મિત્રો તેની સાથેની જુની તસવીરો અને યાદો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને તેને યાદ કરી રહ્યાં છે. ટીવી પ્રોડ્યૂસર, ક્રિએટિવ ડિરેક્ટર, સ્ક્રીનરાઈટર અને સુશાંતના નજીક મિત્રોમાંના એક વિકાસ ગુપ્તાએ તાજેતરમાં જ અભિનેતાને યાદ કરીને સોશ્યલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે. સાથે જ જણાવ્યું છે કે, અંકિતા લોખંડેએ સુશાંતનો હંમેશા સાથ આપ્યો હતો.

વિકાસ ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં નિવેદિતા બાસુ, સુશાંત સિંહ રાજપુત, અંકિતા લોખંડે, પુજા ગોર, રાજ સિંહ અરોરા, વિકાસ ગુપ્તા અને અન્ય મિત્રો છે. આ તસવીર સાથે વિકાસે કૅપ્શનમાં લખ્યું છે કે, આ એ સમય હતો જ્યારે મેં તેને એકદમ નિશ્ચિંત, મસ્તીમાં અને ખુશમિજાજ યુવક તરીકે જોયો હતો. તેને કોઈ પણ વાતની પરવા નહોતી. તેણે ભારતીય ટેલિવિઝનનો નંબર વન શો છોડી દીધો હતો અને અમે અઠવાડિયા સુધી કંઈ જ નહોતા કરતાં, એમને એમ જ સમય પસાર કરતાં હતાં. અમે ચા-કૉફીનો પ્લાન બનાવતા અને ફિલ્મમેકિંગ પર વાત કરતાં હતાં. મને યાદ છે કે તેણે ‘ઔરંગઝેબ’માં કામ કરવાની ના પાડી દીધી હતી, કારણ કે તેણે બીજા ભાઈનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. મને એ પણ યાદ છે કે તેણે એમ પણ કહ્યું હતું કે તે કેવી રીતે યશરાજને ના પાડશે. જોકે, તે આવું કરી શક્યો, કારણ કે તસવીરમાં વચ્ચે જે યુવતી (અંકિતા) નજર આવે છે, તે કહેતી કે તારે એ જ કરવું જે તને ખુશી આપે છે. બાકીની વસ્તુઓ અમે કરી લઈશું, જ્યારે તું શ્યોર હોઈશ. પછી તે એ જ રીતે દાંત બતાવીને હસી લેતો, જે રીતે આ તસવીરમાં હસે છે.



 
 
 
View this post on Instagram

This was the time when I saw him the carefree fun happy lad sushu was . He dint worry about anything. He could leave the number 1 show on Indian television and we could for weeks do nothing and make plans in chai coffee and discuss learning film making plans - I remember him saying No to #Aurangzeb because He was offered the other brothers role and i remember he said how will I say no to Yash Raj but he was able to cause that mad girl in the middle of the picture would say you do what makes you happy we will do when you are sure about things and he would grin like in this picture. we were wishing him getting a film with @parineetichopra cause she was fantastic in #ishaqzaade and my narrating him the story of a show that became so huge to him getting #kaipoche and him telling me the story of how he signed PK like lost count types and then signing the film with #parineetichopra #shudhdesiromance and Ankita calling friends home. What remains are memories. I want to remember him as this grinning boy who was tension free cause tension Ankita ko dekh kar bhaag jaati thi #ankitalokhande you were the shock Absorber and wouldn’t leave him till he has the smile on his face again. #sushantsinghrajput #ankitalokhande #charumehra #poojagor #rajsingharora #niveditabasu sorry some of us have half faces in this one but I just had to put it cause look at him grinning and all of us showing our teeth #balajikebachey #pavitrarishta this is #HaPeace

A post shared by Vikas Guppta (@lostboyjourney) onJun 17, 2020 at 7:42pm PDT


વિકાસે આગળ લખ્યું હતું કે, અમે પ્રાર્થના કરતાં હતાં કે તેને પરિણીતી ચોપરા સાથે કોઈ ફિલ્મ મળી જાય, કારણ કે તેણે ‘ઈશ્કઝાદે’માં કમાલનું કામ કર્યું હતું. મેં તેને એક શોની વાર્તા નેરેટ કરી હતી અને તેમાંથી તેને ‘કાઈ પો છે’ ફિલ્મ મળી ગઈ હતી. તેણે મને કહ્યું હતું કે કેવી રીતે તેણે કોઈ પણ જાતના હિસાબ વગર ‘પીકે’ સાઈન કરી લીધી હતી અને પછી તેણે ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ પરિણીતી ચોપરા સાથે સાઈન કરી હતી. અંકિતાએ મિત્રોને ઘરે બોલાવ્યા હતાં. પરંતુ હવે તો બસ યાદો જ રહી ગઈ છે. હું તેને હંમેશાં દાંત બતાવીને હસતા યુવક તરીકે યાદ કરવા માગીશ. જે ટેન્શન ફ્રી હતો. કારણ કે ટેન્શન અંકિતાને જોઈને ભાગી જતું હતું. અંકિતા તું તેના માટે શૉક એબ્ઝોર્બર હતી અને તેને ત્યાં સુધી ના છોડતી જ્યાં સુધી તેના ચહેરા પર તે હાસ્ય પાછું આવી જાય.


તમને જણાવી દઈએ કે, વિકાસ ગુપ્તા ‘બિગ બોસ 11’માં સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો અને શોમાં તે માસ્ટર માઈન્ડ તરીકે લોકપ્રિય થયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2020 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK