રિયા ચક્રવર્તી સાથે કામ કરવાની ઈચ્છાઃ નિખીલ દ્વિવેદી

Published: Sep 10, 2020, 18:09 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

શું કોર્ટે તેને દોષી કરાર કરી છે? જો હજી ન આપી હોય તો આપણે રાહ જોઈએ અને જો કોર્ટ દોષી કરાર કરશે તો હું મારા શબ્દ પાછા લઈશ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગનો મામલો બહાર આવ્યો ત્યાર બાદ બાદ મંગળવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) ધરપકડ કરીને કોર્ટની સમક્ષ હાજર કરી હતી. કોર્ટે રિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી હતી. ઘણા બૉલીવુડ સેલેબ્ઝ રિયાને ટેકો આપી રહ્યાં છે અને રિયા માટે ન્યાયની અપીલ કરી રહ્યાં છે. અભિનેત્રી તાપસી પન્નૂએ તો સોશ્યલ મીડિયામાં સુશાંતના ફેમિલી વકીલની મજાક પણ ઉડાવી હતી. એવામાં પ્રોડ્યુસર નિખીલ દ્વિવેદીએ રિયા ચક્રવર્તી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

નિખીલે ટ્વીટ કર્યું કે, રિયા હું તને ઓળખતો નથી. તું કેવા પ્રકારની વ્યક્તિ છે મને ખબર નથી. તું કદાચ ખરાબ હોઈ શકે કા તો તને એવી રીતે બતાવવામાં આવી રહી છે. તું ખરાબ ન પણ હોય. મને ખાલી એટલુ ખબર છે કે તારી સાથે જે રમત રમાઈ તે ખોટી અને ગેરકાયદેસર છે. જ્યારે આ બધુ પુરુ થશે ત્યારે મને તારી સાથે કામ કરવાનું ગમશે.

તેની આ ટ્વીટનો લોકો ટ્રોલ કરવા લાગ્યા તો વિરે દી વેડિંગ અને દબંગ 3 જેવી ફિલ્મના પ્રોડ્યુસર નિખીલ દ્વિવેદીએ કહ્યું કે, શું કોર્ટે તેને દોષી કરાર કરી છે? જો હજી ન આપી હોય તો આપણે રાહ જોઈએ અને જો કોર્ટ દોષી કરાર કરશે તો હું મારા શબ્દ પાછા લઈશ.પરંતુ લોકોએ અને મીડિયાએ પોતાના જજમેન્ટ આપવાનું બંધ કરવુ જોઈએ. મારો સપોર્ટ #Innocentuntilprovenguiltyને છે  #RheaChakrabortyને નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK